બજારો, શેરીઓ અને સાંકડી ગલીઓમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાજકોટમાં ફટાકડા ફોડવા અંગે અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અધિક કલેકટરે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.દિવાળીના કાઉન્ટડાઉનને હવે ગણતરીના દિવસો બાકી છે, દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી માટે બજારોમાં ભીડ જામી છે. આવી સ્થિતિમાં રાજકોટ અધિક કલેકટરે ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રદુષણ અટકાવવા માટે અધિક કલેક્ટર કે.બી.ઠક્કરે આ નિર્ણય લીધો છે.
તેમજ આ સૂચનામાં ઈ-કોમર્સ વેબસાઈટ અને તમામ ફટાકડાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઊંચા અવાજવાળા ફટાકડા પર પણ પ્રતિબંધ છે. કોઈપણ વિદેશી ફટાકડાની આયાત કે જાળવણી કે વેચાણ કરી શકાશે નહીં. આ જાહેરનામું રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવશે.જો તમને ગરમ પાણી પીવાની આદત છે તો આ વાંચો, વારંવાર પીવાથી થઇ શકે છે કિડનીથી મગજ સુધીની બીમારીઓ મંદિર પર હુમલાની પુષ્ટિ કરી શકાતી નથી, ભારત સરકારે યુકે-કેનેડાને આપ્યો જોરદાર જવાબ સારા સમાચાર ! આ કંપની 9000 લોકોની ભરતી કરશે, ઓફિસ આવવાની જરૂર નથી, ગમે ત્યાંથી કામ કરી શકશે આ સૂચના 9 નવેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે જાહેરનામા મુજબ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8(B) પર શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તાર અને મેટોડા GIDC વિસ્તારના 500 મીટરની અંદર અને જ્વલનશીલ સામગ્રીના સ્ટોરેજ વિસ્તારના 100 મીટરની અંદર કોઈ પણ દારૂ કે ફટાકડાને મંજૂરી આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત હોસ્પિટલ, નર્સિંગ હોમ, હેલ્થ સેન્ટર, શૈક્ષણિક સંસ્થાઓ, કોર્ટ, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. અહીં ફટાકડા ફોડી શકાતા નથી. આ સૂચના 9મી નવેમ્બર 2022 સુધી લાગુ રહેશે.અમદાવાદ પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું હતું નોંધનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનરે પણ દિવાળીના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ શહેરમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડા અને ઘન કચરાથી થતા પ્રદૂષણને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સાથે ફટાકડાની ઓનલાઈન ખરીદી કે વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બજારો, શેરીઓ અને સાંકડી ગલીઓમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.