બોરિજ પ્રાથમિક શાળાનાં બાળકોનું ઉતૃષ્ટ પ્રદર્શન
ગાંધીનગર :બોરિજ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા ભાઇઓ અને દિકરીઓને ” કોરિયન ટેક્વોન્ડો તાલીમ વર્ગ ” સંસ્થાનાં સેક્રેટરી અને કોચ મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા અપાઇ હતી. તેમાં સતત એક મહિના સુધી ” કોરિયન ટેક્વોન્ડો તાલીમ વર્ગ ” લઇ રહેલા તાલીમાર્થીઓને જાણીતા યુવા કથાકાર પાર્થ શાસ્ત્રીજી વિશેષ ઉપસ્થિત રહી એમના વરદહસ્તે સર્ટીફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા બાળકોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું અને તાજેતરમાં યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન સેક્ટર-૩ ખાતે કરવામાં આવ્યું હતું.
તેમાં સરકારી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની મેઘા ઠાકોર દ્વિતીય અને માહી ઠાકોર તૃતીય નંબર પ્રાપ્ત કરી બંન્ને દિકરીઓને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળાનું તથા બોરિજ ગામનું નામ રોશન કર્યું હતું જ્યારે અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉષા મકવાણા અને નિધિ રાજપૂતે વિવિધ વેઇટ કેટેગરીમાં રમી બ્રોન્ઝ મેડલ્સ્ પ્રાપ્ત કરી શાળાનું તથા બોરિજ ગામનું નામ રોશન કર્યું હતું. સંસ્થાના સેક્રેટરી મિલાપ ટાટારિઆએ જણાવ્યું હતું કે, દિકરી સ્વ રીતે પોતાનો બચાવ કરી શકે એટલી સક્ષમ આજના સમયમાં આપણે દરેક બાળકીને બનાવવી જરૂરી બની ગઇ છે અને ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણી, ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે તથા શાળાનાં આચાર્યએ અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.