ગુજરાત

ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ૨૦૨૨-૨૩ માટે રવિ પાક માટે એમએસપી નક્કી કરી 

કેન્દ્ર સરકારે દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે ઘઉં સહિતના રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયાને સંબોધતા કહ્યું કે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ૨૦૨૨-૨૩ માટે રવિ પાક માટે એમએસપી નક્કી કરી છે. તેમણે કહ્યું કે ઘઉંના એમએસપીમાં ૧૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ વધીને ૨૧૨૫ રૂપિયા પ્રતિ Âક્વન્ટલ થઈ ગયા છે. એ જ રીતે જવના એમએસપીમાં ૧૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જવની એમએસપી ૧૭૩૫ રૂપિયા પ્રતિ Âક્વન્ટલ થઈ ગઈ છે.ચણાના એમએસપીમાં ૧૦૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હવે તેનો લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા ૫૩૩૫ Âક્વન્ટલ થઈ ગયો છે. જ્યારે, મસૂરની લઘુત્તમ ટેકાના ભાવમાં ૫૦૦ થી ૬૦૦૦ રૂપિયા પ્રતિ Âક્વન્ટલનો વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પાકેલા સરસવના એમએસપીમાં ૪૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જણાવી દઈએ કે, જૂન મહિનામાં કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ કેન્દ્રીય કેબિનેટે ૨૦૨૨-૨૩ પાક વર્ષ માટે ડાંગરની એમએસપી ૧૦૦ રૂપિયા વધારીને ૨,૦૪૦ રૂપિયા પ્રતિ Âક્વન્ટલ કરી હતી. એ જ રીતે અન્ય ઘણા ખરીફ પાકો પર પણ એમએસપી વધારવામાં આવ્યો હતો.

સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળી છે.હકીકતમાં, ત્યારે કેબિનેટની બેઠકમાં ૧૪ ખરીફ પાકોની ૧૭ જાતોના નવા એમએસપીને મંજૂરી આપવામાં આવી હતી. તલના એમએસપીમાં ૫૨૩ રૂપિયા, તુવેર અને અડદની દાળમાં ૩૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ડાંગર (સામાન્ય)ની એમએસપી પ્રતિ Âક્વન્ટલ રૂ. ૧,૯૪૦ થી વધારીને રૂ. ૨,૦૪૦ પ્રતિ Âક્વન્ટલ કરવામાં આવી હતી.

આવી Âસ્થતિમાં એમએસપીનું બજેટ વધીને ૧ લાખ ૨૬ હજાર થઈ ગયું હતું.એ જ રીતે ગયા વર્ષે પણ કેન્દ્ર સરકારે રવિ સિઝનના છ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો. સૌથી વધુ વધારો સરસવ અને દાળમાં ૪૦૦-૪૦૦ રૂપિયા પ્રતિ Âક્વન્ટલ થયો હતો. જ્યારે એમએસપીમાં સૌથી ઓછો વધારો જવમાં થયો હતો. સરકારે ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ અને સૂર્યમુખીના સરકારી ખરીદ ભાવમાં વધારો કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x