ગુજરાત

રેવડી’ગુજરાતનાં ૮ શહેરમાં દર ૪ કિમીએ એક અદ્યતન સરકારી સ્કૂલ બનાવીશું ઃ મનિષ સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે અમદાવાદ આવીને ગુજરાતનાં મોટાં શહેરો માટે જાહેરાત કરી છે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં આઠ મહાનગરમાં દર ચાર કિલોમીટરે એક અદ્યતન સરકારી સ્કૂલ બનશે. સાંજે ૪ વાગ્યાની આસપાસ તેઓ અસારવા વિધાનસભામાં કલાપીનગરથી અસારવા સુધી પદયાત્રા- રેલી કરશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જાડાશે. દિલ્હીમાં આબકારી નીતિના કેસમાં તેમને દિલ્હી સીબીઆઇ દ્વારા સમન્સ આપી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. છછઁ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મનીષ સિસોદિયા ગુજરાતમાં પ્રચાર ન કરી શકે એ માટે તેમને જેલમાં મોકલવામાં આવશે.

મનીષ સિસોદિયાએ ગુજરાતમાં મહાનગરો માટે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે દરેક મોટા શહેરમાં ખાનગી સ્કૂલો આવેલી છે ત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ, રાજકોટ સહિત તમામ ૮ મોટાં શહેરોમાં દરેક ૪ કિલોમીટરમાં એક શાનદાર સરકારી સ્કૂલ બનાવવામાં આવશે. આ સરકારી સ્કૂલો ખાનગી કરતાં પણ સારી બનશે. એક જ વર્ષમાં અમે આ સ્કૂલો બનાવીશું. અમે આ બધું સ્ટડી કરીને વાત કરી રહ્યા છીએ. બાળકોના ભવિષ્ય માટે અમે આ કરી રહ્યા છીએ. ૨૭ વર્ષથી ભાજપે સ્કૂલો માટે કશું કર્યું નથી. અમને એક મોકો આપો. દરેક ૮ શહેરમાં દર ૪ કિલોમીટર પર એક સ્કૂલ આપવાની ગેરેન્ટી આપીએ છીએ. આખો પ્લાન અમે તૈયાર કરી દીધો છે.હું છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાત આવું છું. લોકો, વાલીઓ, શિક્ષકો તેમજ બાળકોને મળ્યો છું.

ગુજરાતમાં સ્કૂલોની હાલત ખરાબ છે. જે લોકો ખાનગી સ્કૂલોમાં પોતાનાં બાળકોને ભણાવે છે, ખાનગી સ્કૂલોમાં મોટી ફી લઈ લૂંટવામાં આવે છે. દિલ્હીમાં સ્કૂલો સારી બની ગઈ એમ ગુજરાતમાં સારી સ્કૂલો બની શકે છે. અરવિંદ કેજરીવાલને એક મોકો આપો. ખાનગી સ્કૂલોની ફી અમે નહિ વધવા નહિ દઈએ. સરકારી સ્કૂલોને સારી બનાવીશું. અમે ગુજરાતની દરેક સરકારી અને ખાનગી સ્કૂલોનું મેપિંગ કરાવ્યું છે. ૪૪ લાખ બાળકો ખાનગી સ્કૂલમાં ભણે છે. મનમાની તરીકે જે ફી લેવાય છે એ બંધ કરાવીશું.

૫૩ લાખ બાળકો સરકારી સ્કૂલોમાં ભણે છે. ૪૮ હજારમાંથી ૩૨ હજાર સ્કૂલની હાલત ખરાબ છે, જેમાં ૧૮ હજારમાં બેસવા માટે કલાસરૂમ નથી. શિક્ષકો નથી, વિદ્યા-સહાયકો નથી. આ ભરતી માટે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરી ચૂક્યા છે.ગઈકાલે મનીષ સિસોદિયાને સમન્સ આપવામાં આવતાં તેઓ સીબીઆઇ ઓફિસમાં હાજર થયા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાત ચૂંટણીના પરિણામ ૮ ડિસેમ્બરે આવશે ત્યાં સુધી તેઓ મનીષને જેલમાં રાખશે, જેથી તેઓ ગુજરાતમાં પ્રચાર માટે ન આવી શકે. આજે મનીષ સિસોદિયાએ ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે બે દિવસ માટે ગુજરાત આવી રહ્યો છું. આ વખતની ચૂંટણીમાં ગુજરાતનો દરેક પરિવાર પોતાનાં બાળકો માટે સારી સ્કૂલ લાવવાવાળી સરકારને ચૂંટશે. અરવિંદ કેજરીવાલે ગેરંટી આપી છે કે પાંચ વર્ષમાં ગુજરાતની દરેક સ્કૂલને દિલ્હીની સ્કૂલો જેવી બનાવીશું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x