ભાજપે ગુજરાતમાં રાજસ્થાની નેતાઓની ફોજ ઉતારી, ૧૫ લાખ પરપ્રાંતીયોને રીઝવવાની જવાબદારી આપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજસ્થાનના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતથી માંડીને ૨૦ થી વધુ મંત્રીઓને ગુજરાતના મતદારો માટે મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે ભાજપે પણ ગુજરાતમાં સ્થાયી થયેલા ૧૫ લાખ રાજસ્થાનીઓને આકર્ષવા માટે રાજસ્થાનમાંથી પાર્ટીના નેતાઓને મોટા પાયા પર જાડ્યા છે. મળતી માહિતી મુજબ ભાજપ હાઈકમાન્ડે રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ, ૪ કેન્દ્રીય મંત્રી, ૨ સાંસદ-પૂર્વ સાંસદ, ૭ ધારાસભ્ય-પૂર્વ ધારાસભ્યને પ્રચારની જવાબદારી સોંપી છે. ભાજપે રાજસ્થાન સહિત દેશભરમાંથી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે.ગુજરાત ચૂંટણીના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનથી આવે છે.
ગુજરાતમાં રાજસ્થાનના ૪ કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાલ, કૈલાશ ચૌધરી ઉપરાંત ભાજપે સંગઠનના ૧૦૮ નેતાઓની ટીમ ઉતારી છે જેઓ વિવિધ વિધાનસભા બેઠકો પર જઈને ભાજપ માટે પ્રચાર કરશે.ગુજરાતમાં રાજસ્થાનના નેતાઓને જવાબદારી આપવા પાછળનું મુખ્ય કારણ ત્યાં સ્થાયી થયેલા રાજસ્થાની મૂળના લોકો છે. આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાતની કુલ વસ્તી ૭ કરોડ ૪ લાખની નજીક છે, જેમાંથી લગભગ ૧.૫૦ કરોડ અન્ય રાજ્યોના લોકો વસે છે. ત્યારે આ પડોશી રાજ્યોના મોટાભાગના લોકો રાજસ્થાની છે. તો ૪ લાખ આદિવાસીઓ છે જે દક્ષિણ રાજસ્થાનથી આવે છે. આ ઉપરાંત અમદાવાદમાં ૨.૨૫ લાખથી વધુ અને સુરતમાં ૨.૭૫ લાખથી વધુ રાજસ્થાની લોકો વસે છે. આવી Âસ્થતિમાં ભાજપે રાજસ્થાનના કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોને સ્થળાંતરિત રાજસ્થાનીઓને મદદ કરવાની જવાબદારી સોંપી છે.તાજેતરમાં ભાજપ દ્વારા ગુજરાતના લોકો માટે એક પ્રવાસી સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સતીષ પુનિયાએ અમદાવાદ, સુરત, ગાંધીનગરનો ચૂંટણી પ્રવાસ કર્યો હતો. બીજી તરફ રાજસ્થાન ભાજપના પ્રદેશ મહામંત્રી સુશીલ કટારા, પ્રદેશ ઉપાધ્યક્ષ નારાયણ સિંહ દેવલ અને જાલોર જિલ્લા પ્રમુખ શ્રવણ સિંહ રાવે પણ લાંબા સમયથી aaaaaa ધામા નાખ્યા છે. નોંધનીય છે કે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષમાં સૌથી નબળો દેખાયો હતો. આ ચૂંટણીમાં ભાજપને માત્ર ૯૯ બેઠકો મળી હતી.જણાવી દઈએ કે ગુજરાતને ઉત્તર, કેન્દ્ર, દક્ષિણ અને સૌરાષ્ટÙ એમ ૪ ઝોનમાં વહેંચીને ભાજપે ચૂંટણીની રણનીતિ તૈયાર કરી છે, જે મુજબ ગુજરાતની ૪૩ વિધાનસભા બેઠકોમાં રાજસ્થાનના મૂળ મતદારો મહત્વની ભૂમિકા ભજવશે. તો ૯ જિલ્લાના ૪૩ વિધાનસભા મતવિસ્તારોમાં દરેક વિધાનસભામાં ૫ હજારથી ૧૦ હજાર સ્થળાંતર રાજસ્થાની મતદારોની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ ઉત્તર, અમદાવાદ દક્ષિણ, ગાંધીનગર શહેર અને સુરતમાં રાજસ્થાનીઓની સંખ્યા ૧૦ થી ૧૨ હજારની વચ્ચે છે. આવી Âસ્થતિમાં ભાજપ રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી નેતાઓને ત્યાં મોકલીને તે મતદારોને સુનિશ્ચિત કરવા માંગે છે.