ગુજરાત

આર્યન ખાનને જાણી જાઈને નિશાન બનાવવામાં આવ્યો હતો : એનસીબી

એન્ટી ડ્રગ્સ એજન્સી એનસીબીને આર્યન ખાન સાથે જાડાયેલા કેસમાં ઘણી ખામીઓ મળી છે. એનસીબી વિજિલન્સની વિશેષ તપાસ ટીમે તેનો રિપોર્ટ દિલ્હી હેડક્વાર્ટરને મોકલી દીધો છે.એનસીબી સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ યોગ્ય રીતે થઈ નથી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે અધિકારીઓ તે સમયે કામ કરી રહ્યા હતા તેઓ હજુ પણ કામ કરી રહ્યા છે, તેમના કામમાં ઘણી ખામીઓ હતી જે આ તપાસ દરમિયાન સામે આવી છે.એનસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં પુરાવાનો અભાવ હોવા છતાં તપાસ કરવામાં આવી રહી છે અને મામલાને આગળ વધારવામાં આવી રહ્યો હતો. આ કેસમાં ૪ વખત ૬૫ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, તેનું કારણ એ છે કે આ લોકો વારંવાર તેમના નિવેદન બદલતા હતા.

આ કારણે ઘણા લોકોના નિવેદન કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યા છે.આ કેસની તપાસ દરમિયાન ટીમ સમક્ષ કેટલીક એવી બાબતો સામે આવી છે જેમાં અન્ય કેસની તપાસમાં પણ ખામીઓ હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ તમામ કેસમાં રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં પૈસાની લેવડદેવડ કરવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ અેંગલમાં તપાસ હજુ પૂર્ણ થવાની બાકી છે કારણ કે ફરિયાદીએ પોતાનો જવાબ બદલી નાખ્યો છે.આ કેસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આર્યન ખાનને જાણી જાઈને નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આવું કેમ કરવામાં આવ્યું તે હજુ એક કોયડો છે.

દ્ગઝ્રમ્ની તપાસ ટીમને આ કેસમાં ૭ થી ૮ એનસીબી અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ લાગી છે. જેના માટે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. વધુ બે કેસમાં આ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. આ વર્ષની શરૂઆતમાં, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબીએ ક્લીનચીટ આપી હતી. એનસીબીને આર્યન અને અન્ય પાંચ લોકો સામે પૂરતા પુરાવા મળ્યા નહોતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x