Uncategorized

દેશના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણી કેરળ અને તમિલનાડમાં નથી થતી

દિવાળીને આવવાના હવે બસ ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. દિવાળી સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને ભારતમાં દર વર્ષે દિવાળીનો તહેવાર ધૂમધામ ઉજવવામાં આવે છે.પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી કરવા દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ભારત દેશના મોટાભાગના ભાગોમાં દિવાળી ઉજવવામાં આવે છે પણ ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી. આજે અમે તમને એ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દિવાળીનો તહેવાર લગભગ દરેક લોકોનો પ્રિય તહેવાર હોય છે પણ ભારતના અમુક હિસ્સામાં દિવાળીનો તહેવાર નથી ઉજવવામાં આવતો. અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના કેરળ રાજ્યની. સાંભળવામાં અજીબ લાગશે કે દેશના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણી કેરળ રાજ્યમાં નથી કરવામાં આવતી. કેરળ રાજ્યમાં ઘણી જગ્યાએ દિવાળી ઉજવવામાં આવતી નથી. તમને જણાવી દઈએ કે કેરળ સિવાય દેશમાં બીજું એક રાજ્ય છે જેમાં મોટા ભાગના હિસ્સામાં દિવાળીની ઉજવણી નથી થતી. આ રાજ્ય છે તમિલનાડુ. તમિલનાડુના લોકો આ નરક ચતુર્થીની ઉજવણી કરે છે.જા કે કેરળમાં દેશના સૌથી મોટા તહેવા દિવાળી ન ઉજવવા પાછળ એક ધાર્મિક માન્યતા છે.

પૌરાણિક કથાઓ અનુસાર કેરળમાં એક સમયે રાક્ષસ મહાબલી રાજ કરતો હતો અને ત્યાં એ રાક્ષસની પૂજા કરવામાં હતી અને એ રાક્ષસની હારને કારણે કેરળના અમુક હિસ્સામાં લોકો દિવાળીની ઉજવણી નથી કરતાં. જા કે કેરળમાં એક એવી જગ્યા છે, જ્યાં લોકો દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરે છે. તમને જણાવી દઈએ કે કેરળમાં કોચી એક એવી જગ્યા છે, જ્યાં લોકો દિવાળીની ઉજવણી પૂરા ઉત્સાહથી કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x