વિપુલ ચૌધરીને હાઈકોર્ટનો ઝટકો, નિયમિત જામીન અરજી ફગાવી દેવામાં આવી
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાતા પોલીસે અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત કરી છે.વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી શકે છે. હાઈકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે. વિપુલ ચૌધરીએ નિયમિત જામીન માટે અરજી કરી હતી. કિન્નાખોરીથી કેસ થયો હોવાની ચૌધરીની રજૂઆત હતી. જ્યારે હાઇકોર્ટ દ્વારા નિયમિત જામીન પર મુક્ત કરવાની માગ ફગાવાઈ છે. રાજ્ય સરકાર તરફથી અરજીનો વિરોધ કરાયો હતો. છઝ્રમ્ને મળેલા પ્રાથમિક પુરાવાની કોર્ટને જાણ કરાઈ છે. નોંધનીય છે કે, વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે અને આ કેસ ૩૦૦ કરોડનું કૌભાંડ કરાયાનો છે.મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે. હાઇકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે.
નિયમિત જામીન મેળવવા વિપુલ ચૌધરીને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. તેમણે રાજનૈતિક કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ થયો હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની પણ ફરિયાદ કરાઇ હતી. વર્ષ ૨૦૧૫માં ચેરમેનપદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત હતી.નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીની માંગણીને કોર્ટે ફગાવી દીધી છે.
રાજ્ય સરકાર તરફથી અરજીનો વિરોધ કરાયો હતો. એન્ટીકરપ્શન બ્યુરોને મળેલા પ્રાથમિક પુરાવાઓ અંગે કોર્ટને જાણકારી અપાઈ હતી. ૩૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ સાથે છઝ્રમ્એ વિપુલ ચૌધરી પર કેસ કર્યો છે.બીજી બાજુ, ગાંધીનગરમાં અર્બુદા સેનાનો ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરાયો હતો. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાતા પોલીસે અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત કરી છે.