આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

WhatsApp ડાઉન: લોકોને મેસેજ મોકલવામાં અને રિસિવ કરવામાં આવી રહી છે સમસ્યા

WhatsApp મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વિશ્વમાં લોકપ્રિય એપ છે, પરંતુ હાલ વોટ્સએપ સર્વરમાં સમસ્યાને કારણે વપરાશકર્તાઓને મુશ્કેલી પડી રહી છે. મંગળવારે વોટ્સએપે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે તેના યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વર બંધ થવાને કારણે, ન તો યુઝર્સ મેસેજ મોકલી શકે છે અને ન તો પ્રાપ્ત કરી શકે છે. એક કલાકથી સર્વર ડાઉન હોવાનું યુઝર્સ કહી રહ્યા છે. ત્યારે વોટ્સએપ કામ ન કરતું હોવાનું ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. Whatsapp ડાઉન થઇ ગયું છે. ભારતમાં મોટાભાગનાં લોકો એપનો ઉપયોગ કરી શકતાં નથી. લોકોને મેસેજ મોકલવામાં થઇ રહી છે તકલીફ. Whatsapp ડાઉન થવાની ફરિયાદ લોકો ટ્વીટ પર કરી રહ્યાં. Whatsapp પર મેસેજ સેન્ડ કરવા પર એરર આવી રહ્યું છે. લોકોનો ઇન્ટરનેટ બરાબર ચાલતું હોવા છતાં મેસેજ સેન્ડ થતાં નથી. જેના પર ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર લોકો મિમ્સ શેર કરી રહ્યાં છે.

META કંપનીના પ્રવક્તાનું નિવેદન:WhatsApp નું સર્વર ડાઉન થવા મામલે META કંપનીના પ્રવક્તાનું નિવેદન: અમને ખ્યાલ છે કે ઘણા લોકોને મેસેજ મોકલવામાં તકલીફ પડી રહી છે, સુવિધાઓ રિસ્ટોર કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વોટ્સએપ કોલિંગ પણ ઠપ્પ થયું છે. જેના લીધે યુઝર્સને મુુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ દુનિયાના અનેક દેશોમાં સર્વિસ ડાઉન હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે વોટ્સએપ સર્વર બંધ થવાના કારણે કરોડો યુઝર્સ પ્રભાવિત થયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x