ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા જ ૩ લાખ નોકરી આપીશુ :અશોક ગહલોત
ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અને રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગહેલોત ૨ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોચ્યા છે. એડહોક ગેહલોતે સુરતમાં પત્રકાર પરિષદ કરી અને ભાજપ અને આપ પર પ્રહારો કર્યા અને સાથે જ કહ્યું કે અમે આમ આદમી પાર્ટીને ગણતા નથી. આ સાથે અશોક ગેહલોતે દાવો કર્યો કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.અશોક ગેહલોતે કહ્યું કે ગુજરાતની હાલત ખૂબ જ ગંભીર છે. ૨૭ વર્ષ સુધી સત્તાપક્ષને તક આપવામાં આવી. ઇતિહાસ બદલી નાખવામાં આવ્યો,જે ક્યારેય થયું નથી.દરેક ઘરોમાં અસંતોષની લાગણી છે. પણ હવે બદલાવનો સમય આવી ગયો છે.ભાજપની યાત્રાઓ પણ ફેલ થઈ રહી છે અને વિરોધ પણ થઈ રહ્યો છે. કેટલાક લોકો ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે કે કોંગ્રેસ ક્યાં છે? પણ કોંગ્રેસ પુરી રીતે તૈયાર છે.
મીડિયા હાલ દબાવમાં છે. પેકેજ આપી પ્રચાર કરાવવામાં આવી રહ્યો છે કે મારા વિરુદ્ધ અપપ્રચાર ન થવો જાઈએ.ગામોમાં જઈને ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે જેમાં ઇન્ટરવ્યૂ લેવવાળા વ્યÂક્ત અને ઇન્ટરવ્યૂ આપવાવાળા પણ ભાજપના લોકો છે.રાહુલ ગાંધીએ જે ગેરંટી આપી છે,તે કોંગ્રેસ પુરી કરશેએ હું વિશ્વાસ અપાવ છું. રાજસ્થાનમાં ૯૦ ગર્લ્સ કોલેજા ખોલવામાં આવ્યા, ગુજરાતમાં પણ કોલેજની સંખ્યા વધારવામાં આવશે. વિદેશ અભ્યાસ માટે વિધાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાશે. વિદ્યાર્થીઓના કોચિંગ કલાસ માટેની વ્યવસ્થા કોંગ્રેસ કરશે.તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા જ ૩ લાખ નોકરી આપીશું ગુજરાત સરકાર ચૂંટણી પહેલા એલાઉન્સ કરે કે અમે એલાઉન્સ જાહેર કરીએ છે. ગુજરાતમાં એક મોંકો કોંગ્રેસને મળવો જાઈએ. જનતા ને અમે બતાવીશું કે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અને ભાજપની કામ કરવાની પદ્ધતિ માં શુ તફાવત છે ?