૬ નવેમ્બરથી ૧૦ રાજ્યોમાં વધશે ઠંડીઃદિવસે પણ ઠંડીનો અનુભવ થશે
આ મહિનો પુર્ણ થવાની સાથે જ દેશની વેધર પેટર્ન પણ બદલાવાની છે. સામાન્ય ઠંડી કડકડતી ઠંડીમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહમાં દેશમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૬ નવેમ્બરથી મધ્ય ભારત સુધી ઠંડીમાં વધારો થશે.એટલું જ નહીં, આગામી ચાર મહિના સુધી પહાડી રાજ્યોથી લઈને મધ્ય ભારત સુધીના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી શકે છે.હાલમાં ઉત્તર, પશ્ચિમથી લઈને મધ્ય ભારતમાં સુકા ઉત્તર પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તરના પહાડો પર હિમવર્ષા બાદ આ પવનો બર્ફીલા વિસ્તારોમાંથી પસાર થશે અને ઠંડક સાથે મધ્ય ભારતમાં પહોંચશે. ૬-૭ નવેમ્બરના રોજ માત્ર પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જ નહીં પરંતુ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટÙ, છત્તીસગઢ, ઓડિશા અને તેલંગાણામાં પણ તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે.ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સ્વચ્છ આકાશને કારણે રાÂત્રથી સવાર સુધી શિયાળો અનુભવાશે, પરંતુ બપોરનું તાપમાન ૩૦ થી ૩૫ ડિગ્રી વચ્ચે રહેશે.
મધ્ય ભારત સુધીના ભાગોમાં સવાર અને સાંજ દરમિયાન ધુમ્મસ અને ઝાકળ જાવા મળી શકે છે. ખૂબ જ ખુલ્લા સ્થળોએ હળવું ધુમ્મસ પણ થઈ શકે છે. બીજી તરફ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સમગ્ર ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં હવામાન શુષ્ક રહેશે. આગામી એક સપ્તાહમાં તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થશે.શિયાળાની મોસમનું પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૩૧ ઓક્ટોબરે કાશ્મીરમાં દસ્તક આપશે. ૧ નવેમ્બર સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી હળવો વરસાદ અને બરફ પડી શકે છે. બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૩ નવેમ્બરે દસ્તક આપશે. તે પ્રથમ કરતાં વધુ મજબૂત હશે. આ કારણે ૫ નવેમ્બર સુધી કાશ્મીરથી હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. બીજા ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પણ થશે. અહીં પણ હળવો વરસાદ પડી શકે છે.આ વખતે વધુ વરસાદ પડ્યો, શિયાળા પર અસરઃ હવામાન વિભાગના રેકોર્ડ દર્શાવે છે કે ચોમાસામાં ઓછો/વધુ વરસાદ શિયાળા સાથે સંબંધિત નથી. આ વખતે પણ સામાન્ય કરતાં ૬ ટકા વધુ વરસાદ થયો છે.
ચોમાસા પછી પણ લગભગ ૬૫% વધુ વરસાદ થયો હતો. પછી ચોમાસાની વિદાય મોડી થઈ એટલે ઠંડી પણ વધુ પડશે, એવું કહેવાય નહીં.વર્લ્ડ હવામાન ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, વૈÂશ્વક હવામાન ઘટના લા-નીનાની Âસ્થતિ ઉત્તરીય ગોળાર્ધમાં ૨૦૨૨-૨૩ માટે શિયાળા દરમિયાન ચાલુ રહેશે. એટલે કે તે માર્ચ ૨૦૨૩ સુધી રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી ચાર મહિના સુધી કડકડતી ઠંડી પડી શકે છે. ગત વખતની સરખામણીમાં કેવી રહેશે ઠંડીઃ આ વર્ષે ઠંડીના દિવસો સરેરાશ કરતા વધુ રહેશે. આ સતત ત્રીજા શિયાળો હશે જ્યારે શિયાળામાં લા નીના પરિÂસ્થતિ બની રહેશે. તેની અસર બંગાળની ખાડીમાં પણ જાવા મળશે. ચક્રવાતી તોફાન સિતરંગ પસાર થઈ ગયું છે.
આગામી બે થી ત્રણ મહિનામાં અનેક વાવાઝોડા સર્જાઈ શકે છે.૨૦૧૯ એ સદીનું બીજું સૌથી ઠંડું વર્ષ હતુંઃ આ વર્ષે ઈÂન્ડયન ઓશન ડાયપોલની Âસ્થતિ તટસ્થ છે. હવામાનશા†ીઓ પણ ચેતવણી આપી રહ્યા છે કે હાલના વર્ષોમાં દેશના ઘણા ભાગોમાં ૨૦૨૦ થી ૨૦૨૨ સુધીના ત્રણ લા નિના વર્ષો પહેલા ૨૦૧૯ એ સદીનું બીજું સૌથી ઠંડું વર્ષ હતું. તે વર્ષે દેશમાં અનેક વિસ્તારોમાં ઠંડા દિવસોની સંખ્યા સરેરાશ કરતાં બમણી હતી પરંતુ તે વર્ષે કોઈ લા નિનીની Âસ્થતિ નહોતી.