મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ
રવિવાર મોરબી માટે દુઃસ્વપ્ન બની ગયો હતો, એન બાન અને શાન નામના લટકતા પૂલ તૂટી પડવાથી રાજ્ય તેમજ દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. પૂલ ધરાશાયી થવાથી 500થી વધુ લોકો ડૂબી ગયા, અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મોત થયા છે. હજુ પણ વધુ લોકો ગુમ છે, જેમને શોધવા માટે ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. રવિવાર મોરબી માટે દુઃસ્વપ્ન બની ગયો હતો, એન બાન અને શાન નામના લટકતા પૂલ તૂટી પડવાથી રાજ્ય તેમજ દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. પૂલ ધરાશાયી થવાથી 500થી વધુ લોકો ડૂબી ગયા, અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મોત થયા છે. હજુ પણ વધુ લોકો ગુમ છે, જેમને શોધવા માટે સેનાની ત્રણેય શાખાના જવાનો યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 132 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોરબી પહોંચ્યા હતા અને અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, રવિવારે સાંજે 6.30 કલાકે સ્વિંગ પૂલ ધરાશાયી થયો હતો, જેના કારણે રવિવારે પરિવાર સાથે બહાર નીકળેલા લોકોનું દર્દનાક મોત થયું હતું. સાંજે 6.50 વાગ્યાથી ઘાયલોને સારવાર માટે લાવવામાં આવ્યા અને સરકારે તાત્કાલિક સારવાર શરૂ કરી. થોડા કલાકોમાં NDRF, નેવી, આર્મી અને એરફોર્સની ટીમોના 200 થી વધુ જવાનો ઓપરેશનમાં સામેલ થઈ ગયા. તેમણે એ પણ જણાવ્યું કે આ ઘટનામાં આઈપીસીની કલમ 304, 114 હેઠળ ગંભીર ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. IPCની કલમ 308 પણ લગાવવામાં આવી છે
અકસ્માત બાદ લગભગ 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નાની-મોટી ઈજાઓવાળા 19 લોકોને વિવિધ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી ત્રણ લોકોને રાજકોટ રીફર કરાયા છે. બીજી તરફ પુલ ધરાશાયી થયા બાદ મચ્છુ નદીમાં પડી ગયેલા પીડિતોને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ રાતભર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરાજા, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી વગેરે પણ મોડીરાત્રે ઘટનાસ્થળે ગયા હતા અને જાતે જ બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો અને સૂચનાઓ આપી હતી.