ahemdabad

અગમચેતી: અટલબ્રીજ વોક-વે પર પણ મુલાકાતીઓની સંખ્યાને લઈને લેવાયો નિર્ણય…

ગુજરાત રાજ્યમાં મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટી પડતા થયેલી હોનારતના પડઘાં હવે દેશભરમાં પડી રહ્યા છે. પુલની ક્ષમતા કરતા વધુ લોકો એકઠા થતા આ હોનારત સર્જાઈ હોવાનું તારણ સામે આવ્યું છે. આ ઘટનાના બાદ અમદાવાદની સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા અટલબ્રીજ વોક-વે ઉપર પણ મુલાકાતીઓની સંખ્યા માર્યાદિત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ક્ષમતા મુજબ પ્રવેશ આપવામાં આવશે. સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અગમચેતીના ભાગ રૂપે બ્રીજની કેપેસીટી એકસાથે 12,000 મુલાકાતીઓની હોવા છતાં હવેથી બ્રીજ ઉપર વધુમાં વધુ 3000 મુલાકાતીઓને જ પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવે છે.

મોરબી હોનારતના પડઘા આખા દેશમાં પડ્યા છે અને ચારેયકોર લોકો આ ઘટનાથી દ્રવી ઉઠયા છે. એક તરફ દિવાળી વેકેશન છે અને બે વર્ષ કોરોના ના કપરા કાળ બાદ લોકો મુક્તપણે જ્યારે બહાર નીકળ્યા છે ત્યારે વેકેશન નો સાથે સમય આવ્યો હોવાથી લોકો મન મૂકીને તહેવારો, ઉત્સવો માણી રહ્યા છે અને તેના કારણે દરેક જગ્યાએ ભારે ભીડ જોવા મળે છે. અને આ ભીડ થી જ મોરબીમાં મોટી હોનારત સર્જાઈ હોવાથી હવે દરેક જગ્યાએ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને જે તે સ્થળની ક્ષમતા પ્રમાણે મુલાકાતીઓના પ્રવેશ બાબતે નિર્ણય લેવામાં આવી રહ્યા છે. અટલબ્રીજ ઉપર એકસાથે ચાલી સાબરમતી નદીના એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે મુલાકાતીઓની સંખ્યા પ્રતિ કલાક 3000થી વધારે નહી રાખવાનો નિર્યણ લેવામાં આવ્યો છે. જો મુલાકાતીઓની સંખ્યા વધી જાય તો તેમણે બ્રીજની મુલાકાત માટે હવેથી પ્રતીક્ષા કરવી પડશે એવું આ યાદીમાં જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x