ગુજરાતરાષ્ટ્રીય

નવેમ્બર મહિનામાં બેંકો ૧૦ દિવસ બંધ રહેશે

નવેમ્બર ૨૦૨૨ નો મહિનો શરૂ થઇ ગયો છે જા તમે નવેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થશે. આ સમાચારમાં તમને નવેમ્બર મહિનામાં બેંકો બંધ થવાની માહિતી મળશે. તમારે બેંકની રજાઓની યાદી એકવાર જાવી જ જાઈએ.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા દર મહિને બેંક હોલીડે લિસ્ટની યાદી જારી કરવામાં આવે છે. જેથી લોકોને આખો મહિનો બેંકની સુવિધા લેવામાં કોઈ મુશ્કેલી ન પડે. તમે કેન્દ્રીય બેંક આરબીઆઈની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ યાદી ચકાસી શકો છો. જા તમારે બેંકમાં અગત્યનું કામ કરવું હોય તો તમે ૧ દિવસ પહેલા જ પતાવી શકો છો. ઉપરાંત, તમે તમારું કામ નેટ બેન્કિંગ, એટીએમ, ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકો છો.

ઘણી વખત લોકોને ખબર હોતી નથી કે મહિનામાં કયા દિવસે બેંક બંધ રહે છે. આ માહિતીના અભાવે તે બેંક સુધી પહોંચે છે અને તેનું મહત્વનું કામ અટકી જાય છે. આવી Âસ્થતિમાં, જા તમે આ સમસ્યાથી બચવા માંગો છો, તો જાણી લો કે નવેમ્બર મહિનામાં બેંક કુલ ૧૦ દિવસ માટે બંધ રહેવાની છે.

નવેમ્બર ૨૦૨૨ માં બેંક રજાઓની યાદી

૧ નવેમ્બર ૨૦૨૨ – કન્નડ રાજ્યોત્સવ/કુટ – બેંગ્લોર અને ઇમ્ફાલમાં બેંકો બંધ

૬ નવેમ્બર ૨૦૨૨ – રવિવાર (સાપ્તાહિક રજા)

૮ નવેમ્બર ૨૦૨૨ – ગુરુ નાનક જયંતિ/કાર્તિકા પૂર્ણિમા/રહસ પૂર્ણિમા/વંગાલા ઉત્સવ – અગરતલા, બેંગ્લોર, ગંગટોક, ગુવાહાટી, ઇમ્ફાલ, કોચી, પણજી, પટના, શિલોંગ અને તિરુવનંતપુરમ સિવાય બેંકો બંધ

૧૧ નવેમ્બર ૨૦૨૨ – કનકદાસ જયંતિ / વાંગલા ઉત્સવ – બેંગ્લોર અને શિલોંગમાં બેંકો બંધ

૧૨ નવેમ્બર ૨૦૨૨ – શનિવાર (મહિનાનો બીજા શનિવાર)

૧૩ નવેમ્બર ૨૦૨૨ – રવિવાર (સાપ્તાહિક રજા)

૨૦ નવેમ્બર ૨૦૨૨ – રવિવાર (સાપ્તાહિક રજા)

૨૩ નવેમ્બર ૨૦૨૨ – સેંગ કુત્સાનેમ- શિલોંગમાં બેંક બંધ

૨૬ નવેમ્બર ૨૦૨૨ – શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)

૨૭ નવેમ્બર ૨૦૨૨ – રવિવાર (સાપ્તાહિક રજા)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x