મનોરંજન

ભારત પહોંચતા પ્રિયંકાએ મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ

લગભગ ૩ વર્ષ બાદ પ્રિયંકા ભારત પરત ફરી છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કરીને અપડેટ આપી છે. પ્રિયંકા સિવાય પણ સોશિયલ મીડિયા પર પ્રિયંકાના એરપોર્ટ વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. એક દિવસ પહેલા તેણીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપડેટ પણ આપ્યું હતું કે તે અમેરિકાથી ભારત આવવાની છે. પ્રિયંકાનો પતિ નિકા જાનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા સાથે અમેરિકામાં રહે છે. જાકે, પ્રિયંકા ભારત એકલી જ આવી છે.

પ્રિયંકા ચોપરા આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પહોંચી ગઈ છે. એરપોર્ટ પર પહોંચતા જ પૈપારાઝીઓએ પ્રિયંકાને કેમેરામાં કેદ કરી લીધી હતી. પ્રિયંકાએ પણ પૈપારાઝીને શુભેચ્છા પાઠવી હતી. પ્રિયંકાએ તેણીના એરપોર્ટ લુક માટે કમ્ફર્ટ બ્લુ આઉટફિટ પહેર્યો હતો. પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લેÂન્ડંગ દરમિયાનની તસવીરો શેર કરી છે અને લખ્યું હતું, કે તે ટૂંક સમયમાં મુંબઈ પહોંચી રહી છે.

આ સિવાય પ્રિયંકા ચોપરાએ મુંબઈ પહોંચતા જ ગુજરાતના મોરબીમાં થયેલા બ્રિજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. પુલ અને બચાવ રાહત કાર્યની તસવીર શેર કરતા તેણીએ લખ્યું, “દિલ દુખાવનારુ… મારી સંવેદના તે તમામ લોકો માટે છે, જે ગુજરાતમાં બ્રિજ પડવાથી પ્રભાવિત થયાં છે. જે ઘાયલ થયાં છે તે જલ્દી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરુ છુ. જે લોકોનું આજે નિધન થયું તેમના માટે પણ સંવેદના વ્યક્ત કરુ છુ”

એરપોર્ટથી નીકળ્યા બાદ પ્રિયંકાએ તેની કેબમાંથી મુંબઈની ગલીઓનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં એક ડાયરેક્શન બોર્ડ બાન્દ્રા, મંત્રાલય, અંધેરી અને અન્ય જગ્યાઓનું નામ અને ડાયરેક્શન જાવા મળી રહ્યુ છે. તેણીએ ટીવી સ્ક્રીનની તસવીર પણ શેર કરી છે. જેમાં કરણ જાહરનો કોઈ શો ચાલી રહ્યો છે. આ તસવીર શેર કરતા તેણીએ લખ્યુ, “તમે મુંબઈમાં નથી જા તમારુ ટીવી કરણ જાહરનો સામનો નથી કરતો.”

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા છેલ્લે વર્ષ ૨૦૧૯માં ભારત આવી હતી. આ વર્ષે તેણીની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં તે ફરહાન અખ્તરની સામે હતી. ફિલ્મમાં ઝાયરા વસીમ પણ હતી. ફિલ્મની રજૂઆત અને પ્રમોશન પછી, તે લાસ અેંજિલ્સ પાછી જતી રહી હતી.ત્યારબાદ પ્રિયંકા હવે ભારત આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x