રાષ્ટ્રીય

આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે

ગુજરાતની ચૂંટણી પહેલાં ભાજપની કેન્દ્ર સરકારે મોટો દાવ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવીને ગુજરાતના બે જિલ્લા- આણંદ અને મહેસાણામાં રહેતા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો ૧૯૫૫ હેઠળ નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ ૨૦૧૯ (સીએએ) હેઠળ નહીં

સીએએમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાની જાગવાઈ પણ છે, પરંતુ આ અધિનિયમ હેઠળ સરકારે હજી સુધી નિયમો બનાવ્યા નથી, તેથી અત્યારસુધી એ હેઠળ કોઈને નાગરિકતા આપી શકાતી નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ના કલમ ૬ અને નાગરિકતા નિયમો, ૨૦૦૯ની જાગવાઈઓ હેઠળ ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી મળશે અથવા નાગરિકતા આપવામાં આવશે. ગુજરાતના બે જિલ્લામાં રહેતા આવા લોકોએ તેમની અરજીઓ ઓનલાઈન સÂબ્મટ કરવાની રહેશે, ત્યાર બાદ કલેક્ટર જિલ્લા સ્તરે એનું વેરિફિકેશન કરાશે. નોટિફિકેશન મુજબ કલેક્ટર અરજી સાથે તેમનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે.

નોટિફિકેશન મુજબ સંપૂર્ણ પ્રક્રિયા પછી સંતુષ્ટ થવા પર કલેક્ટર ભારતીય નાગરિકતા આપશે અને એના માટે પ્રમાણપત્ર આપશે. કલેક્ટર દ્વારા ઓનલાઈન તેમજ ભૌતિક રજિસ્ટર જાળવવામાં આવશે, જેમાં ભારતના નાગરિક તરીકે નોંધાયેલી વ્યÂક્તઓની વિગતો હશે અને એની એક નકલ કેન્દ્ર સરકારને આવા રજિસ્ટ્રેશનના સાત દિવસની અંદર મોકલવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x