ધનસુરાના ખીલોડિયા ગામે ડામર રોડની માંગણી પૂરી નહિ થાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચિમકી
ધનસુરા ના ખીલોડિયા ગામે ડામર રોડ ની માંગણી નહિ પૂરી થાય તો ચુંટણી બહિષ્કાર કરવા ની ચિમકી આપવામાં આવી છે. ધનસુરા તાલુકાના ખિલોડિયા ગામના ડામર રોડ તરફ સરકારી તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી તેવી રજૂઆત કરવામાં આવી છે જેમાં સરપંચ દ્વારા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે તે અધિકારીઓ અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી.દરેક વખતે જનતાને આશ્વાસન મળે છે જેથી હવે જનતા આશ્વાસન થી કંટાળી ગઈ છે અને વડાગામ થી ખિલોડીયા થઈ વાયા અલવા ગામનો રોડ ચૂંટણી પહેલા બનાવવામાં નહીં આવે તો ખિલોડિયા ગ્રામ પંચાયત વિસ્તારની જનતા રોડ થી પરેશાન થઈ ગયેલ હોવાથી જનતા ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે જેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગની અને સરકાર ની રહેશે જે અંગે ખિલોડીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વાઘેલા સોનલબેન.એસ એ પોતાના લેટરપેડ માં જણાવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પક્ષના નેતાઓએ ખિલોડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં જનતા અક્રોશે ભરાયેલી હોવાથી કોઈની સામે ખરાબ વર્તન કરશે તો જે તે પ્રચાર માટે આવેલા માણસની જવાબદારી રહેશે એવું જણાવવામાં આવ્યું છે સાથે જણાવ્યું છે કે રોડ નહીં તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે.સરપંચ દ્વારા આ લેટરપેડ કલેક્ટર,માર્ગ અને મકાન વિભાગ,ડેપ્યુટી એન્જીનીયર,જિલ્લા પ્રમુખ, ડી.ડી.ઓ,તાલુકા પ્રમુખ,ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ને મોકલી આપ્યો છે.