મોરબી હોનારતને લઈ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘની ર૪૭ દૂધ મંડળીઓ પર કેન્ડલ પ્રગટાવી શોક પ્રગટ કરાયો
તા.૩૦-૧૦-૨૦૨૨ ને રવિવારના રોજ મોરબી ખાતે આવેલ ઝુંલતો પુલ તૂટી જવાના કારણે ઘણી બધી સંખ્યામાં લોકોના મૃત્યું થયા હતાં. આ ખૂબ જ દુઃખદ દુરઘટના બનેલ હોવાથી, ગુજરાત સરકાર ધ્વારા તા.૦૨-૧૧-૨૦રર ના રોજ રાજયવ્યાપી શોક રાખવામાં આવેલ તે અંતર્ગત ગાંધીનગર જિલ્લા દૂધ સંઘના ચેરમેનશ્રી ડો.શંકરસિંહ આર. રાણા સાહેબની આજ્ઞાનુસાર ગાંધીનગર જિલ્લા દૂધ સંઘની, ર૪૭ દૂધ મંડળીઓ પર, રાત્રે કેન્ડલ પ્રગટાવીને શોક પ્રગટ કર્યો હતો. જેમાં, ચેરમેનશ્રી ડો. શંકરસિંહ આર. રાણાએ ગોકુલપુરા દૂધ મંડળી ખાતે શોકાંજલી કાર્યકમમાં હાજર રહીને, જે લોકો આ દુરઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા છે, તેઓ જલ્દીથી સાજા થઈ જાય અને જેઓએ જાન ગુમાવ્યાં છે, તે મૃતકોના આત્માને શાંતી મળે, તે અર્થે પરમાત્માને પ્રાર્થના કરેલ.