ગુજરાત

અમરેલી અને વડીયા તાલુકામાં ટેમ્‍પરરી દારૂખાનું ફટાકડા રાખવા તથા વેચાણ કરવા ઇચ્‍છુકોએ તા.૨૯ સપ્ટે. સુધીમાં અરજી કરવી

અમરેલી

દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન અમરેલી જિલ્‍લાના અમરેલી અને વડીયા તાલુકામાં હંગામી-ટેમ્‍પરરી દારૂખાનું-ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માગતા હોય તેમણે નિયત અરજી કરવાની રહે છે.

સુરક્ષિત મકાનમાં રક્ષિત કામધંધાથી ૫૦ મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્‍ટના પતરાં, ગેલ્‍વેનાઇઝ પતરાના ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નક્કી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી તેમાં દારૂખાનુ રાખવા તથા વેચાણ કરવા માટે ફોર્મ નં.એ.ઇ.૦૫માં અરજી કરી નમૂના નં.એલ.ઇ.૦૫માં લાયસન્‍સ મેળવવું ફરજિયાત છે.

લાયસન્‍સ મેળવવા તા.૨૯ સપ્‍ટેમ્‍બર-૨૦૧૮ સુધીમાં ફોર્મ નં.એ.ઇ.૦૫માં વિગતો ભરી આધારો જોડી અરજી ત્રણ નકલમાં સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી-અમરેલીને પહોંચતી કરવાની રહેશે.

અરજી પર અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રૂ.૩ની કોર્ટ ફી સ્‍ટેમ્‍પ અચૂક લગાડવાની રહેશે. અરજીઓમાં વિગતો સુવાચ્ય, સંપૂર્ણ અને સચોટ રીતે ભરવાની રહેશે. અધૂરી વિગતોવાળી તથા મુદ્દત વિત્‍યે મળેલી અરજીઓ ધ્‍યાને લેવામાં આવશે નહિ. ફોર્મ નં.એ.ઇ.૦૫માં કરેલી અરજી સાથે, લાયસન્સ ફી રૂ.૯૦૦ (નવસો) “૦૦૭૦-અધર એડમીનીસ્‍ટ્રેશન,૬૦-૧૦૩-૦૦ (અન્‍ય વહીવટી સેવાઓ, રીસીપ્‍ટ અંડર એક્સપ્‍લોઝીવ એક્ટ વિગેરે) ” સદરે ચલણથી સરકારમાં જમા કરાવી અસલ ચલણ સામેલ રાખવાનું રહેશે.

સૂચિત સ્‍થળના બ્લુ પ્રિન્‍ટ નકશામાં અરજદારે સહી કરી અરજી સાથે ત્રણ નકલમાં સામેલ રાખવાના રહેશે. સૂચિત સ્‍થળની માલિકીનો આધાર-પુરાવાઓ બિનચૂક સામેલ રાખવાના રહેશે. વધુ વિગતો અને માહિતી માટે સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી-અમરેલીનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *