ગાંધીનગર

મહેસાણા બેઠક પર નીતિન પટેલને જ ટિકિટ મળે તેના સમર્થનમાં લોબિંગ, નગરપાલિકાના ૩૬ સભ્યોનું સમર્થન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં ૧ અને ૫ ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે ગુરુવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ વખતની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્વની છે. તેમણે સતત છ ચૂંટણી જીત નોંધાવીને છેલ્લા ૨૭ વર્ષથી આ રાજ્ય પર શાસન કર્યું છે. આ વખતે ઇન્કમબેકસી ના થાય તે માટે ભાજપે ૧૮૨ બેઠકો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં હજારો ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ ૮ નવેમ્બર સુધી ૩ ઉમેદવારના નામો ફાઇનલ કરશે ત્યારબાદ ફાઇનલ નામ દિલ્હીથી થશે. આ વિધાનસભામાં મહેસાણામાં નીતિન પટેલની ટિકિટ કપાવવાની પુરી શક્યતા હોવાથી આ બેઠક પર લોબિંગ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે મહેસાણાની વિધાનસભાની બેઠક પર ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા નીતિન પટેલની ટિકિટ આ વખતે કપાવવાની પુરી સંભાવના હોવાથી આ મામલે લોબિંગની શરૂઆત થઇ છે. નીતિન પટેલેને ટિકિટ મળે તે માટે મહેસાણા નગરપાલિકાના ૩૭ સભ્યોમાંથી ૩૬એ સમર્થ કરવામાં આવ્યું છે. નીતિન પટેલ મામલે ભાજપના મોવડી મંઢળ સમક્ષ નગરસેવકોઅ રજૂઆત કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x