ગુજરાત

મોડાસામાં જેસીસ મિલ્ક કમિટી. જી સી આઈ મોડાસા. જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો

162 દર્દીને જેસીસ મિલ્ક કમિટી તરફથી રાહત દરે દૂર નજીકના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું. જી.સી.આઇ મોડાસા જેસીસ મીલ કમિટી દ્વારા જલારામ સેવા ટ્રસ્ટ. જીવદયા પ્રેમી નિલેશ જોશી ના સહયોગથી જેસીસ મીલ કમિટી હોલ ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં સગરવાળા. ગાંધીવાળા. સોનીવાળા. ભોઈ વાળા. ના જરૂરિયાતમંદ 288 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં 22 દર્દીઓને મોતીઓના ઓપરેશન માટે જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે જ્યારે 162 દર્દીઓને દૂર અને નજીકના ચશ્માનો વિતરણ આંખની એલર્જી વાળા દર્દીઓને મફત દવા અને ટીપા આપવામાં આવ્યા હતા. આ કેમ્પનું ઉદઘાટન જેસીસ મિલ્ક કમિટી ચેરમેન નવનીત પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મીલ કમિટીના ઉપપ્રમુખ વિનોદ પટેલ . જીવદયાપ્રેમી નિલેશ જોશી મંત્રી મુકુંદ શાહ હાજર રહ્યા હતા સમગ્ર કેમ્પનું સંચાલન જલારામ સેવા ટ્રસ્ટના સુપ્રિટેન્ડન પી બી બામણીયા અને જલારામ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x