ગુજરાત

થરાદના ભૂરિયા ગામે 11મુખી હનુમાનજી ધામ ખાતે જગત કલ્યાણ માટે સતત 106મા સંગીતમય સુંદરકાંડનો પાઠ થયો

 થરાદ તાલુકાના ભૂરિયા ગામે શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થાના પ્રતિક સમાન 11મુખી હનુમાનજી આશ્રમ ખાતે જગત કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના સાનિધ્યમાં સંગીતમય સુંદર કાંડ પાઠ કરવાની અનોખી શૃંખલા શરૂ કરવામાં આવેલ છે તેમા આજે સતત 106મા શનિવારે શાસ્ત્રી વિક્રમભાઈ દવે ભૂરિયા ના મુખે ગામ લોકો, નરસી એચ દવે હનુમાન ઉપાસક ગૌભક્ત લુવાણા, કળશ નેનમલ શાહ, વાલજીભાઈ નાઈ, સુરેશભાઈ મોદી ભક્તજનો તથા ગણમાન્ય લોકો ની હાજરીમા સંગીતમય સુંદર કાંડ નો પાઠ યોજાયો દર શનિવારે હનુમાન દાદામા આસ્થા દર રાખનારા શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડે છે 11મુખી હનુમાનજી આશ્રમના સ્થાપક અને જગ્યાના વર્તમાન ગાદીપતિ શ્રી શ્રી 1008 મહંતશ્રી ઘેવરદાસજી મહારાજ દ્રારા આ જગ્યાએથી સંત સેવા, ગૌ સેવા,પંખી સેવા, અન્નક્ષેત્ર જેવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે આ સ્થાન પર 11મુખી હનુમાનજી ની પથ્થરમાંથી નિર્મિત 31ફૂટ ઉંચી તથા 150ટન વજનની મૂર્તિ નુ નિર્માણ કાર્ય આ જગ્યાએ ચાલુ છે જેમાં સ્વયંભૂ લોક સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે પરચાધારી 11મુખી હનુમાન દાદા ના દર્શન કરીને ભકતજનો ધન્યતા અનુભવી રહ્યા છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x