થરાદી મેમણ સમાજ નો ૧૮ મો સમૂહલગ્ન યોજાયો
થરાદી મેમણ કાઉન્સિલ આયોજિત મેત્રાણા મુકામે ૧૮, મો ઇજતેમાઈ (સમૂહલગ્ન) નિકાહ સમારંભ યોજાયો હતો જેમાં ૧૮ યુગલો નિકાહ ના બંધનમાં જોડાયા હતા આ પ્રસંગે પધારેલ મહેમાનો મુફ્તી અબ્દુલરેહમાન સાહેબ (રતનપુર), મોલાના સલાઉદ્દીન સાહેબ(વિરમગામ),
હાજી મોહમદભાઈ અધ્યક્ષ(જુનાડીસા), હાજી હનીકભાઈ કાઉન્સિલ પ્રમુખ(ડીસા), બશિરભાઈ સેક્રેટરી, હાજીભાઈ દેત્રોલીવાળા( હિંમતનગર), હાજી શબ્બીરભાઈ મેમણ ( દિયોદર), જાફરભાઈ સાચોરા (વડગામ), હાજી ફારૂક ભાઈ (હિંમતનગર), જાકિરભાઈ માસ્ટર (વડાલી),રફીકભાઇસિદ્ધપુર, હાજી ઉમરભાઈ (હારીજ) તથા કાઉન્સિલ ના તમામ ઉપપ્રમુખો તથા આમંત્રિત મહેમાનો
પધાર્યા હતા આ પ્રસંગે મુફ્તી અબ્દુલરેહમાંન સાહેબ રતનપુરવાળાએ જણાવ્યું કે હઝરત મોહમદ પયગમ્બર સાહેબે બતાવેલા સાદગી ના ગુણોજીવનમાં ઉતારી ખોટા ખર્ચા નાબૂદ કરી સાદગી થી નિકાહ કરી સુન્નત જીંદા કરવા જણાવ્યું હતું જ્યારે મોલાના સલાઉદ્દીન સાહેબ વિરમગામ વાળા એ જણાવ્યું કે સાદગી માં જ સુન્નત છે જેથી સમાજ માં થી ખોટા રીત રિવાજ દૂર કરી સાદગી થી લગ્ન કરી સુન્નત જીંદા કરવા જણાવ્યું હતું આ પ્રસંગે હાજી હનીફભાઈ પ્રમુખે જણાવ્યું કે હમેશા સમય સાથે ચાલો અને દરેક કામ માં સાદગી લાવો અને સમાજ માં થી બદી દૂર કરી એક અને નેક બનવા આહવાન કરેલ આ પ્રસંગે સખી દાતાઓ તરફથી ૨૭ થી વધુ ભેટસોંગાદો આપવામાં આવી હતી આ પ્રસંગ ને સફળ બનાવવા સમૂહલગ્ન કમિટી ના ચેરમેન રફીકભાઈ સાચોરા
છાપી તથા તેમની ટીમે તથા યગ કમિટીએ ભારે ઝેહ્મત ઉઠાવી કાર્યકમ ને સફળ બનાવ્યો હતો જ્યારે કાર્યકમ નું સફળ સંચાલન દિલાવરભાઈ માસ્ટર તથા નદીમભાઈએ કર્યું હતું