ગાંધીનગરગુજરાત

ગુજરાત કોંગ્રેસનો મોટો આરોપ, ભાજપે ૨૭ વર્ષમાં એક પણ નવી સરકારી શાળા કે દવાખાના બનાવ્યા નથી

ગુજરાત કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ સામે અનેક પ્રહાર કર્યા છે. આજે તેમણે ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસએ ભાજપ સામે તોહમતનામુ બહાર પાડ્યું છે. તેમણે ૨૦ મુદ્દાઓનું આરોપનામું જનતા સામે મુક્યું હતુ. સરકારની વિવિધ નિષ્ફળતાઓ ગણાવીને તેમની પર આરોપ લગાવવામાં આવ્યા છે.

ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારની નિષ્ફળતાઓને રજુ કરતું તહોમતનામાં અંગે વિશેષ પત્રકાર પરિષદ કરી હતી. આમાં ભ્રષ્ટાચાર સાથે બેરોજગારી અને મોરબીની દુર્ઘટનાનો પણ સમાવેશ કર્યો હતો.  ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, ગુજરાત સરકાર સામે અમે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરી રહ્યા છીએ. ૨૭ વર્ષ થી ભાજપનું શાસન છે એ પહેલા કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રસના શાસનમાં તમામ સરકારી નવી શાળાઓ બનાવી છે. અત્યારની તમામ ૧૯૯૫ સુધીની સરકારી શાળાઓ કોંગ્રેસે બનાવી છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ભાજપે એક પણ સરકારી શાળા બનાવી નથી. ઉલટાની ભાજપ સરકાર દ્વારા બંધ કરાવાઇ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, તમામ સરકારી દવાખાનાઓ કોંગ્રેસે બનાવ્યા છે. ભાજપ દ્વારા એક પણ સરકારી દવાખાના બનાવાયા નથી. તમામ મેડિકલ કોલેજ પણ કોંગ્રેસ દ્વારા બનાવાઇ છે. ભાજપ દ્વારા બનાવાઇ નથી. જે ફી ભરવી પડે તે કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. ૨૭ વર્ષમાં ભાજપ ગુજરાતને અધોગતિ તરફ લઈ ગયા છે.

૨૦ મુદ્દાઓનું ભાજપ સામેનું આરોપનામું કોંગ્રેસ જનતા સમક્ષ મુક્યું છે. તેમમે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિત ૨૦ મુદ્દાઓનું આરોપનામું જનતા સામે મુક્યું છે. મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાનો આરોપનામામાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોટાદના કથિત લઠ્ઠાકાંડનો પણ કોંગ્રેસે આરોપનામામાં સમાવેશ કર્યો છે.

આ સાથે શિક્ષણ, આરોગ્યની અયોગ્ય સુવિધાઓને ભાજપ સરકાર સામે કોંગ્રેસના આરોપનામામાં સમાવેશ કર્યો છે. કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ અંગે આરોપનામાં સમાવેશ કરાયો છે.વિધાનસભાની ચૂંટણીના પ્રચારના ભાગ સ્વરૂપે કોંગ્રેસ ભાજપ સરકાર સામે ચાર્જશીટ પ્રજા સમક્ષ મૂકી છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x