અરવલ્લીમાં પ્રથમવાર 80 + વયના 17055 મતદારો પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરશે
અરવલ્લી જિલ્લામાં ભિલોડા મોડાસા અને બાયડ વિધાનસભા મત વિસ્તારમાં કુલ829615 મતદારો મતદાન કરવાના છે તેની સાથે સાથે જિલ્લામાં ઉપરોક્ત વિધાનસભા બેઠકમાં 80 વર્ષ ઉપરની ઉંમર ધરાવતા 17055 મતદારો વિધાનસભાની ચૂંટણીમાં ઘેર બેઠા મતદાન કરી શકે તે માટે પ્રથમ વાર પોસ્ટ બેલેટ ની વ્યવસ્થા ચૂંટણી વિભાગ દ્વારા કરાઈ હોવાનું કલેકટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં 80 પ્લસની ઉંમરના વયો વૃદ્ધ મતદારોન ેચૂંટણી અગાઉ મતદાન ઘરે બેઠા પોસ્ટ બેલેટ થી મતદાન કરવું છે કે મતદાન મથક ઉપર જઈને મતદાન કરવું છે.
તે અંગે બી.એલો દ્વારા મતદાતાઓનો અભિપ્રાય લેવામાં આવશે અને આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વયો વૃદ્ધ મતદારો પણ પૂરતા પ્રમાણમાં મતદાન કરે તે માટે કલેક્ટરે અનુરોધ કર્યો હતો વધુમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે 80 પ્લસ ની ઉંમર ના મતદારો બેલેન્સ પેપર થી મતદાન કરશે ત્યારે પોલિંગ એજન્ટ બી.એલ.ઓની ઉપસ્થિતિમાં વિડીયોગ્રાફી સાથે મતદાન પ્રક્રિયા થશે તેમ જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં મતદાન નોંધણી પ્રક્રિયા દરમિયાન 99 વર્ષ વટાવી ચૂકેલા 200 જેટલા વયો વૃદ્ધ મતદારો નોંધાયા છે. સૌથી અગત્યની તો એ બાબત છે કે જિલ્લામાં સતાયુ વટાવી ચૂકેલા 125 કરતાં વધુ મતદારો હોવાનું અરવલ્લી જિલ્લા કલેકટર વ ચૂંટણી અધિકારી નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું સૌથી અગત્યની તો એ બાબત છે કે જિલ્લામાં 99 થી 100 વર્ષની આયુ એ પહોંચેલા સૌથી વધુ 85 મતદારો ભિલોડા વિધાનસભામાં વિસ્તારમાં હોવાનું નોંધાયું છે. સાથે સાથે મોડાસા વિધાનસભા મતવિસ્તારમાં 47 અને બાયડ વિધાનસભા મતવિસ્તારમાં 68 મતદારો હોવાનું નોંધાયું છે જિલ્લામાં 99 વર્ષ કરતાં વધુ ઉંમરના કુલ 200 મતદાર હોવાનું નોંધાયું છે.