સંત શ્રી આશારામજી બાપુના ભક્તોએ ભક્તિ જાગૃતિ સંકિર્તન યાત્રા નિકાળી
આદરણીય સંત શ્રી આશારામજી બાપુની પ્રેરણાથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિના નેજા હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રસરીને હરિનામ સંકીર્તન યાત્રા મંગળવારે સવારે મોડાસા શહેર ખાતે આવી પહોંચી હતી.
મોડાસામાં સંકીર્તન યાત્રા સંત શ્રી આશારામજી આશ્રમ, કેસર્ પુરા કંપા થી પ્રારંભ થઇ – મેઘરજ બાયપાસ રોડ (પેલેટ હોટલ ), ચાર રસ્તા – જુના બસ સ્ટેશન – રામપાર્ક સોસાયટી – જાયકા – સહયોગ ચોકડી ખાતે પુર્ણાહુતી થઇ ડાકોર તરફ જવા રવાના થઇ હતી.
સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે, આદરણીય સંત શ્રી આશારામજી બાપુની પવિત્ર પ્રેરણાથી સમાજમાં એકતાનો સંદેશો આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં આ હરિનામ કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે સંકીર્તન યાત્રા દરમિયાન સંત શ્રી આશારામજી બાપુના આધ્યાત્મિક જીવન ચરિત્ર આધારિત વિવિધ પ્રકારના બેનરોથી શણગારેલા વાહનો અને ભગવાન નામનું કીર્તન કરતા ભક્તો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ સ્થળે સ્થળે પુષ્પોની વર્ષા કરી હતી, તથા આરતી અને બાપુજીની પૂજા અર્ચન કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું.