વિધાનસભા ચુંટણીમાં ભાજપનો બહિષ્કાર કરશે પ્રજાપતિ સમાજ
ગાંધીનગર :
ગુજરાતમાં ૪૦ લાખ ની વસ્તી ધરાવતો પ્રજાપતિ સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો હોવાથી આ વખતની વિધાનસભા ચુંટણીમાં ભાજપ પાસે સમાજે આશા રાખી હતી કે ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજ ને ૧૦ ટિકીટો આપશે. પરંતુ આજે ભાજપ દ્વારા રાજ્યના કુલ ૧૬૦ ઉમેદવારોની યાદીમાં પ્રજાપતિ સમાજને એકપણ ટીકીટ “ન” મળતા પ્રજાપતિ સમાજ ભાજપ થી ખુબજ નારાજ થયેલ છે. ત્યારે “ગુજરાત પ્રજાપતિ મહાએકતા અભિયાન” ના અધ્યક્ષ દિનેશ પ્રજાપતિ દ્વારા ભાજપનો વિરોધ કર્યો હતો અને વિધાનસભા ચૂંટણીમાં પ્રજાપતિ સમાજને ભાજપનો બહિષ્કાર કરવા કહ્યુ હતુ. વિધાનસભા ચુંટણીમાં ભાજપ પ્રજાપતિ સમાજના રોષનો ભોગ બનશે નક્કી કહી શકાય.