ગુજરાત

ગાંધીનગરમાં રાજ્યમાં ડબલ ઋતુ વચ્ચે સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ

ગાંધીનગરમાં રાજ્યમાં ડબલ ઋતુ વચ્ચે સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં આકરા તાપને કારણે ગરમીનો અહેસાસ થાય છે. જાે દિવસ દરમિયાન સૂકા પવન ફૂંકાતા હોય તેવું લાગી રહ્યું છે અને સૂકા પવનની અસર સ્કિન પર થઈ રહી છે.હવામાન વિભાગનું અનુમાન છે કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા જ મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડીગ્રીનો વધારો થશે, પરંતુ લઘુતમ તાપમાન ૨થી ૩ ડીગ્રી ઘટી જશે. જેના કારણે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો અહેસાસ થશે.શિયાળાની શરૂઆતની લોકો રાહ જાેઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનાના અંત સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. આ શિયાળની ઋતુમાં તાપમાનમાં કોઈ મોટા ઉત્તર ચડાવ નહીં રહે.

દર વર્ષે શિયાળામાં ઠંડીનો અનુભવ થતો હોય, તેવો આ શિયાળો રહેવાનું અનુમાન છે.ઝાકળનું પ્રમાણ મધ્યમ રહેશે અને શિયાળાની શરૂઆત નબેમ્બરના પહેલા સપ્તાહથી જઈ જશે. નવેમ્બરની શરૂઆતથી ઠંડીનો અહેસાસ થવા લાગશે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વ્હેલી સવારે અને રાત્રે ઠંડક તથા બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. દરમ્યાન આજરોજ વ્હેલી સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ હવામાંથી ભેજનું પ્રમાણ ઘટતા ગુલાબી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો. રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, વડોદરા સહિતનાં સ્થળોએ આજે સવારે ગુલાબી ઠંડી સાથે આહલાદક વાતાવરણ અનુભવાયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x