અરવલ્લી : ત્રણે વિધાનસભા બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યો , મોડાસામાં ભીખુસિંહ પરમાર, ભિલોડામાં પી.સી. બરંડા,બાયડ ભીખીબેન
કોંગ્રેસમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર નક્કી સામે ક્ષત્રિય ઉમેદવાર ભાજપે ઉતારતા કાંટે કી ટક્કર ભાજપના ત્રણે ઉમેદવારોને કાર્યકરોએ શુભેચ્છા પાઠવીબાયડમાં ધવલસિંહ ઝાલાને કદ પ્રમાણે વેતરી નાખ્યા હોવાની ચર્ચાભીલોડા કોંગ્રેસના સ્વ.ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાના પુત્ર અનિલ જોષીયારાએ કેસરીયો કર્યો પણ ફળ્યો નહીં
ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભા ની ચૂંટણીમાં સત્તા મેળવવા ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે તદુપરાંત વિધાનસભાની બેઠક પર વિજેતા નીવડીશકે તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવી રહી છે ભાજપ વિકાસના નામે મતદારો પાસે મત માંગશેનું ભલે શીર્ષ નેતૃત્વ કહીં રહ્યું હોય પરંતુ અરવલ્લી જીલ્લામાં ટિકિટ માટે જાતિવાદ સમીકરણ ધ્યાને રાખી મોડાસા- ધનસુરા બેઠક પર ક્ષત્રિય ઉમેદવાર ભીખુસિંહ પરમાર અને બાયડ-માલપુર બેઠક પર ભીખીબેન પરમારની પસંદગી કરવામાં આવી છે ભિલોડા વિધાનસભા બેઠક પર પી.સી.બરંડા પર કળશ ઢોળ્યો છે જો કે ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં મોડાસા અને ભિલોડા બેઠક પર કોંગ્રેસ સામે હારનો સામનો કરનાર બંને ઉમેદવારોને ટિકિટ આપી વિશ્વાસ બતાવ્યો છે
અરવલ્લી જીલ્લાની મોડાસા અને બાયડ વિધાનસભાની બેઠક માટે ભાજપ કયો ચહેરો અને કાયા સમાજ ને પ્રાધાન્ય આપે છે ની બનેલી ટોક ઓફ થી ટાઉનની ચર્ચાનો ગુરુવારે અંત આવ્યો હતો ત્રણે ઉમેદવારોના ટેકેદારોએ ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી જિલ્લાની ત્રણે બેઠકો પર કમળ ખીલવવાનો નીર્ધાર કર્યો હતો.
વિધાનસભાની ચૂંટણીમાં 6 મહિના અગાઉ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરનાર વાતો કરનાર કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારોના ઠેકાણા પડી રહ્યા નથી મોડાસા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને મૌખિક સૂચના આપવામાં આવી છે બાયડ બેઠક પર ધારાસભ્ય જશુ ભાઈ પટેલ માટે કોંગ્રેસે થોભો અને રાહ જોવોની નીતિ અખત્યાર કરતા કોકડું ગૂંચવાયું છે ભિલોડા બેઠક પર ધારાસભ્ય સ્વ.અનિલ જોષીયારાનો વિકલ્પ શોધી રહી છે કોંગ્રેસનો ત્રણે વિધાનસભા બેઠકો પર કબ્જો હોવા છતાં યોગ્ય રણનીતિ અને ઠોસ નિર્ણય લેવાની શક્તિનો અભાવ જોવા મળતા કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો પણ મનોબળ તૂટી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે