ગાંધીનગર

મનપાની સામાન્ય સભાની પહેલા સંગઠનની બેઠક યોજાઇ.

Gandhinagar

મહાપાલિકા હસ્તકના રંગમંચના ભાડામાં મનઘડંત વધારાના નિર્ણય બાદ સ્થાયી સમિતિને કાબુમાં રાખવા પ્રદેશ ભાજપ દ્વારા સ્થાયી સમિતિની બેઠક અને સામાન્ય સભા મળે તે પહેલા સંગઠનની સંકલન બેઠક બોલાવવા કરેલા નિર્ણય પ્રમાણે આજે મહાપાલિકામાં ભાજપ મહાનગરના પ્રમુખ, મેયર, સ્થાયી ચેરમેન અને સભ્યોની હાજરીમાં બેઠક બોલાવાઇ હતી. ત્યાર બાદ સેક્ટર 24માં દબાણની કાર્યવાહી મુદ્દે સભામાં ચર્ચાની મંજુરી માગનાર કોંગ્રેસી કોર્પોરેટર અંકિત બારોટને બોલાવીને તેની સાથે કમિશનરની હાજરીમાં મેયરે ચર્ચા કરી આ દરખાસ્તને મતદાન પર નહીં મુકાય તેમ જણાવ્યંુ હતું. કમિશનરની મુલાકાત લઇને વિકાસ કામ માટેના ટેન્ડરો તાત્કાલીક પૂર્ણ કરવા રજુઆત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *