વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે રમણભાઈ પટેલનું નામ જાહેર કરાયુ
કોંગ્રેસના સીજે ચાવડા આપપાર્ટીના ચિરાગ પટેલ વચ્ચે ત્રીપાંખીયો જંગવિજાપુર તાવિજાપુર વિધાનસભા ૨૬ ની બેઠક ઉપર ભાજપના મોવડી મંડળ દ્વારા વિશ્વાસ મુકીને રમણભાઈ પટેલને ફરીથી ટીકીટ આપતા રાજકારણ ગરમાયો હતો છેલ્લા સમય સુધી તાલુકાની બેઠક માટે કોને ઉમેદવાર નક્કી કરવો તેવા અવઢવ બાદ રમણભાઈ ધુલા ભાઈ પટેલ નુ નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવતા સ્થાનીક કમલમ ની કચેરીમાં કાર્યકરોની ભારે ભીડ જામી હતી રમણભાઈ પટેલ ના નામની જાહેરાત બાદ તાલુકા પ્રમુખ રાજુભાઇ પટેલ શહેર પ્રમુખ સંજય પટેલ દ્વારા સ્વાગત માટેની તૈયારીઓ કરી હતી જ્યારે પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ તેમજ ભાજપના સીનીયર આગેવાન કમલેશ કાકા તેમજ યોગેશ પટેલ મનોજ પટેલ ભરતભાઇ પટેલ ગાયત્રી મેડિકલ સહીત કાર્યકરો ઉમટી પડ્યા હતા જોકે તાલુકા માં 2 લાખ 80 હજાર મતદારો ની સંખ્યા છે
જેમાં ઠાકોર ક્ષત્રીય દરબાર સહીત 65 હજાર મતદારો છે જ્યારે પાટીદાર મતો 73 હજાર છે કોંગ્રેસ અને ભાજપ દ્વારા સામાજીક ગણીત ઉપર ભાજપે રમણભાઈ પટેલને ટીકીટ આપીછે તો ઠાકોર ક્ષત્રીય રાજપુત સમાજ ને ધ્યાન માં રાખી કોંગ્રેસ દ્વારા સીજે પટેલને ટીકીટ આપી છે જેને લઇને તાલુકાની બેઠકની ચુંટણી વધુ રોચક બનશે તે નક્કી છે