લાખણીનાં આગથળા ખાતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં મહિલા સંવાદ કાર્યક્રમ યોજાયો
મહિલાઓમાં મતદાન જાગૃતિ માટે મહિલા સંવાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી
લાખણી:- પુરુષોની સાથે સાથે મહિલાઓમાં પણ મતદાન જાગૃતિ આવે અને સો ટકા મતદાન થાય સેવા ઉમદા ઉદ્દેશ સાથે પ્રદેશ ભાજપ દ્વારા મહિલા સંવાદ કાર્યક્રમની શરૂઆત લાખણી તાલુકાના આગથાળા ખાતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ પશુપાલક મહિલાઓ અને કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં દિયોદર બેઠક ઉપરથી કેશાજી ચૌહાણ અને થરાદ બેઠક ઉપરથી શંકરભાઈ ચૌધરીને કેન્દ્રીય નેતૃત્વએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો બંને ઉમેદવારોને મોટી લીડથી વિજયી બનાવવા આહવાન કર્યુ હતું.વધુ માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ખેડૂતો,મહિલાઓ અને જનતા માટે કરેલા કામોની વિસ્તૃત ચર્ચા કરી હતી.અંતમાં રૂપાલાએ જણાવ્યું હતું કે ચુંટણીમાં એક પણ મતનો બગાડ ના થાય અને મહિલાઓ તેમજ પુરુષોને ૧૦૦% ટકા મતદાન કરવા વિનંતી કરી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા,પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી,પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી,પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, પ્રદેશ અને જિલ્લા મહિલા મોરચાના હોદેદારો,જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ,કિસાન મોરચા પ્રમુખ ટી.પી.રાજપૂત,લાખણી ભાજપ પ્રમુખ બાબરાભાઈ ચૌધરી,તા. પં.પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ, સવજીભાઈ ઠાકોર,અમિતભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો,અધિકારીઓ, મહિલાઓ અને લોકો હાજર રહ્યા છે.