મોડાસા : રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી નજીક ઇકો કારમાંથી 176 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો, બે બુટલેગરોને દબોચ્યા
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વિધાનસભાની ચૂંટણીમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અને દેશી- વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-8 પરથી જીલ્લા પોલીસતંત્ર સતત વિદેશી દારૂ ઝડપી રહી છે મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી નજીક ઇકો કારમાંથી 39 હજારના દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી લીધો હતો ઇકો કારમાં ભરેલો દારૂ અમદાવાદના બુટલેગર અકબર વોરાને પહોંચાડવાનો હતો
મોડાસા રૂરલ પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે રાજેન્દ્રનગર ચોકડી પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતાવાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં બાતમીના આધારે ઇકો કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ- બિયર બોટલ નંગ-176 કીં.રૂ.39 હજાર રૂપિયા સાથે કાર ચાલક બુટલેગર આશીફખાન શેરખાન પઠાણ (રહે,મધુ મંગલ સોસાયટી,વેજલપુર-અમદાવાદ) અને અવિનાશ અમૃત ખરાડી (રહે,રાયપુર, ભિલોડા) ને દબોચી લઇ વિદેશી દારૂ, મોબાઇલ, કાર સહીત મુદ્દામાલ મળી રૂ.3.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનાર અકબર વોરા (રહે,સુરતી સોસાયટી, રામોલ-અમદાવાદ) તેમજ કારમાં દારૂ ભરી આપનાર જેકી (રહે,ઝાઝરી) નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા