ચૂંટણી પહેલા એટીએસના ગુજરાતમાં ૧૩ જિલ્લામાં ૧૫૦થી વધારે સ્થળે દરોડા, ૯૦ની ધરપકડ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એટીએસએ મોટી કાર્યવાહી કરી છે. રાજ્યના ૧૩ જિલ્લામાં ૧૫૦ સ્થળોએ એટીએસના દરોડા ચાલી રહ્યા છે. શુક્રવારે મોડી રાતથી દરોડાની કામગીરી શરૂ થઇ ગઇ છે.
ગુજરાત એટીએસ અને જીએસટી વિભાગ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં ૧૫૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા આંતરરાષ્ટÙીય માર્ગો પર ટેક્સ ચોરી અને નાણાંની લેવડ-દેવડને લઈને પાડવામાં આવી રહ્યા છે.
એક અહેવાલ મુજબ સાજિદ અજમલ શેખ અને શહજાદ નામના વ્યકિતઓ એટીએસની રડાર પર હતા અને આ બંને પર કેટલાંક દિવસોથી નજર રાખવામાં આવી રહી હતી. છ્જીએ શુક્રવારે સૌથી પહેલાં આ બંનેની ધરપકડ કરી હતી. તપાસમાં ખબર પડી કે સાજિદ અને શહજાદ આખા રાજ્યમાં ય્જી્ ચોરીનું એક મોટું રેકેટ ચલાવતા હતા. આ મામલામાં કરોડા રૂપિયાની ટેક્સ ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે. એવી આશંકા પણ દર્શાવવામાં આવી છે કે પકડાયેલા સાજિદ અને શહજાદના તાર ઁહ્લૈં અને હવાલા રેકેટ સાથે જાડાયેલા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે અઢી સપ્તાહ બાકી છે. ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરના રોજ મતદાન થશે તે પહેલા છ્જી-ય્જી્ વિભાગના દરોડાથી ચૂંટણી રાજ્યમાં ઉત્તેજના વધી છે. જાકે, આ મામલો ત્યારે જ ચૂંટણીનો મુદ્દો બની શકે છે જ્યારે એ સ્પષ્ટ થશે કે જેઓ પકડાયા છે તેઓ કોઈ રાજકારણી સાથે જાડાયેલા તો નથી ને. ચૂંટણીની ઉત્તેજનાઓ વચ્ચે શુક્રવારે આવકવેરા વિભાગે પણ ગુજરાતમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે ભુજ, રાજકોટ અને ગાંધીધામમાં ૩૦ સ્થળોએ રેડ કરી હતી. આ દરોડા ફાયનાન્સ બ્રોકર અને રિઅલ એસ્ટેટ સાથે જાડાયેલા લોકોના સ્થળો પર પડ્યા હતા. શુક્રવારે જ ગુજરાત છ્જીએ એક ખાનગી માહિતીને આધારે દિલ્હીથી એક અફઘાન નાગરિકની ધરપકડ કરી હતી. તેની પાસેથી ૮ કિ.ગ્રા હેરાઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરારાષ્ટÙીય બજારમાં તેની કિંમત ૫૬ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
અધિકારીઓએ કહ્યું હતું કે દિલ્હીના લાજપત નગરમાં રહેતો અફઘાન નાગરિક હફમતુલ્લાહ ડ્રગ હેરફેર કરતી ગેંગનો સભ્ય છે. તેણે લગભગ ૫૦ કિલો હેરોઈન પાકિસ્તાનથી ગુજરાત થઈને દરિયાઈ માર્ગે ભારતમાં લાવવાનું કાવતરું ઘડ્યું હતું. ઓક્ટોબરમાં, આ કેસમાં, ગુજરાતના દરિયાકાંઠા નજીકથી બોટમાંથી છ લોકો ઝડપાયા હતા. ત્યારથી હકમતુલ્લાની શોધ ચાલી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે હકમતુલ્લા છેલ્લા ચાર વર્ષથી પ્રવાસી વિઝા પર ભારતમાં રહેતો હતો.
આભાર – નિહારીકા રવિયા