બનશે જનતાની સરકાર’ના નામે કોંગ્રેસે ગુજરાતનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
ખેડૂતાના દેવા માફ કરવા, રૂ. ૫૦૦માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને ૩૦૦ યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના ૮ વાયદાઓ કરવામાં આવ્યા
ગુજરાત ચૂંટણીના બ્યૂંગલ વાગી ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી ચૂક્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલા ૮ વચનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતાના દેવા માફ કરવા, રૂ. ૫૦૦માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને ૩૦૦ યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના ૮ વાયદાઓ કરવામાં આવ્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રઘુ શર્મા, શÂક્તસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. ‘બનશે જનતાની સરકાર’ના નામે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ૧૨૫ બેઠકો સાથે જનતાની સરકાર બનાવી રહી છે. જનતાના પ્રશ્નોને વાચા આપતા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, દેશની પરંપરા રહી છે કે એક વાર શિલાન્યાસ અને નામકરણ થયા બાદ તેનુ નામ બદલાતુ નથી. પરંતુ ભાજપે જે નામ બદલવાની પરંપરા શરૂ કરી છે તે યોગ્ય નથી. સરદાર સન્માન ગૃપના કાર્યકરો રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળી રજુઆત કરી હતી. કોંગ્રેસના મેનીફેસ્ટોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને પુનઃ સરદાર પટેલ સ્ટેડિયમ કરવાની માંગ કરી હતી. આજે જ્યારે કોગ્રેસ મેદાનમાં આવ્યું છે ત્યારે કેજરીવાલ કે આપ ક્યાંય જાવા મળતુ નથી.આપની રાજનીતિ અંગે ગેહલોતે જણાવ્યું હતું કે, છછઁ માત્ર ભાજપને ફાયદો પહોંચાડવા જ આવ્યું છે. પંજાબમાં જીત બાદ તેમણે હિમાચલ પર ફોક્સ કર્યું હતું. હાલ છછઁ હિમાચલ પ્રદેશમાં ક્યાંય દેખાતું નથી. આપ હિમાચલપ્રદેશ ચૂંટણીમાંથી કેમ નીકળી ગયું એની જાહેરાત કરે. ભાજપ સાથે છછઁ એ શું સેટિંગ કર્યું એની જાહેરાત કરે. કોંગ્રેસ મેદાનમાં ઉતરતા જ આપઁ ગુજરાતમાંથી ગાયબ થઇ ગયું છે. ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સરદાર પટેલ સ્ટેડિયમ નામ આપવામાં આવશે. કોંગ્રેસના મેનીફેસ્ટોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાનું વચન આપવામાં આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વચનો
૧. ગુજરાતની મહિલાઓને ૫૦૦ના ભાવે ગેસનો બાટલો મળશે,૨. નિયમિત સરકારી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે,૩. વિદ્યાર્થિનીને દ્ભય્ થી ઁય્ સુધી રૂ . ૫૦૦ થી ૨૦,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ,૪. સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલÂબ્ધ માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા,૫. ખેડૂતોને ખેત પેદાશોના વાજબી ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિની રચના,૬. કામધેનુ ગૌ સંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ રૂ.૧૦૦૦ કરોડનું બજેટ,૭. માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના કરાશે,૮. શ્રમિકો માટે સમાન કામ અને સમાન વેતનનો અમલ મળશે,૯. શ્રમિકોને પીએફ, ઇ.એસ.આઈ અને બોનસનો લાભ મળશે,૧૦. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાના નામે મળશે ઘરનું ઘર,૧૧. પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી,૧૨. જીઝ્ર/જી્/ર્ંમ્ઝ્ર અને લઘુમતી સમાજ માટે કાયમી અનામત આયોગની રચના,૧૩. વિધવા,વૃદ્ધ,એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.૨૦૦૦ નું ભથ્થું,૧૪. નાત, જાત,ધર્મ કે પક્ષીય ભેદભાવ વગર કાયદાનું શાસન સ્થપાશે,૧૫. સંતુલિત ઔધોગિક નીતિ અમલમાં લાવવામાં આવશે,૧૬. સિરામિક, એÂન્જનિયિંગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર,૧૭. બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચરનો વિકાસ કરાશે,૧૮. બારમાસી બંદરોનો વિકાસ કરવામાં આવશે,૧૯. પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવામાં આવશે,૨૦. મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે