ગાંધીનગર

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર દ્વારા નિઃશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ યોજાયો 

ગાંધીનગર :

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી – ગાંધીનગર સંચાલિત ક્ડી સર્વ વિશ્વવિધાલયની ગાંધીનગર સેકટર -૧૨ સિવિલ કેમ્પસમાં સ્થિત સી.એમ.પટેલ કોલેજ ઓફ ફિઝયોથેરાપી, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન તથા અમેરિકાના વેસ્ટ સાનફ્રાન્સિસ્કોની લાઇફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ. ના પ્રેસિડેન્ટ ડો.રોન ઓબરસ્ટાઇન તથા ૧૬ જેટલા કાયરોપ્રેકટર્સ ડોકટર ની ટીમ દ્વારા તા.૧૩ થી ૧૫ નવેમ્બર ૨૦૨૨ સુધી સારવાર આપવામાં આવી હતી.

આ કેમ્પનું ઉદઘાટન કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેનશ્રી વલ્લભભાઇ પટેલ તથા લાઇફ કાયરોપ્રેકટીક કોલેજના પ્રેસિડેન્ટશ્રી ડો.રોન ઓબરસ્ટાઇન, સંસ્થાના મંત્રીશ્રીઓ તથા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષી, યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. ગાર્ગીબેન રાજપરાના હસ્તે સવારે ૯.00 કલાકે કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં અમેરિકાથી આવેલ નિષ્ણાત ડૉકટરશ્રીઓ દ્વારા ગરદનનો દુ:ખાવો, પીઠનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો,હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તક્લીફમાં નોંધાયેલા તમાંમ ને સારવાર આપવામાં આવી હતી.

આ સારવાર લેવા માટે લગભગ 2000 થી પણ વધારે રજિસ્ટ્રેશન થયા હતાં આ સારવાર આપવા માટે અમેરિકાથી ૧૬ જેટલા નિષ્ણાત ડોકટરશ્રીઓ ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી આવેલ દર્દીઓને સારવાર આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x