ગુજરાત

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ૧૬ નવેમ્બરના રોજ ભરશે ઉમેદવારી પત્ર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહે તેવી શક્યતા

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન ૨૦૨૨ઃ બીજા તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે ૧૭ નવેમ્બર છેલ્લી તારીખ છે. ત્યારે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. તે પહેલા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભામાં રેલી યોજશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ફોર્મ ભરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહી શકે છે અને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્‌ઘટાન અમિત શાહના હસ્તે કરવામાં આવી શકે છે. તેની સાથે જ ઘાટલોડિયામાં ગૃહપ્રધાન અમિત શાહની જનસભાનું પણ આયોજન કરવામાં આવી શકે છે.

વર્ષ ૨૦૧૭માં ભૂપેન્દ્ર પટેલે સૌથી વધુ માર્જિનથી જીત મેળવી હતી. તેઓ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરતા પહેલા રેલી પણ કરશે. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. ૨૦૧૫-૧૭ દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો. ૨૦૧૭માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા. પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં ૧,૧૭,૭૫૦ મતની જંગી સરસાઈથી જીત્યા હતા. ભૂપેન્દ્રભાઈ ૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૪-૦૫ સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા. ૨૦૧૦થી ૨૦૧૫ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા.

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી ૮ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં ૮૯ બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટÙના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x