ધનસુરા જિલ્લા પંચાયત સીટ વિસ્તારનો સ્નેહ મિલન કાર્યક્રમ શીકા ગામે યોજાયો હતો.
ધનસુરા જિલ્લા પંચાયત સીટ વિસ્તારનો સ્નેહ મિલન કાર્યક્રમ શીકા ગામે યોજાયો હતો.સાથે મોડાસા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.વિધાનસભા ની ચૂંટણી ને અનુલક્ષીને શીકા ગામે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનુ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં મોડાસા વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર ભિખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન હિરેનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ના હિમાંશુભાઈ પટેલ,કાંતિભાઈ પટેલ,ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ, અનિલભાઈ પટેલ,નરેન્દ્રભાઇ પટેલ, પ્રશાંતભાઈ પટેલ,જગદીશભાઈ ગોર, પ્રિતીબેન ઠેકડી,દુષ્યંત ચૌધરી, આશિષભાઈ ચૌધરી ઊપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ માં પાર્ટી ના હોદ્દેદારો તથા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાંથી આવેલ તમામ કાર્યકર્તાઓનો જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતી ના ચેરમેન હિરેનભાઈ પટેલ એ આભાર માન્યો હતો.