ગુજરાત

દહેગામ તાલુકાની સાણોદા ગામે મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત માનવ સાંકળની રચના

વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરી લોકશાહીના આ અવસરમાં ભાગીદાર થાય તે માટે જિલ્લા ચુંટણી શાખા દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દહેગામ તાલુકાની સાણોદા આદર્શ પ્રાથમિક શાળામાં છાત્રો દ્વારા માનવસાંકળ રચવામાં આવી હતી.

દહેગામ તાલુકાની સાણોદા આદર્શ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત “મતદાન -મહાદાન” વિશે સમજ આપવામાં આવી. જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત દહેગામ તાલુકાની સાણોદા આદર્શ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી સાંકળની રચના કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત દહેગામ તાલુકા સ્વીપ નોડલ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીતેન્દ્રભાઈ મોદીનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું. શાળાના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને “મતદાન -મહાદાન” વિશે સમજ આપવામાં આવી.જે અંતર્ગત દહેગામ તાલુકાની સાણોદા આદર્શ પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તેમજ મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શાળાના કર્મચારીગણ અને વિદ્યાર્થીઓના સહયોગથી ગ્રામજનોને મતદાનનું મહત્વ અને તે અંગેની ફરજો વિશે માહિતગાર કરવામાં આવ્યા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x