ગુજરાત

ભાજપ આજે ૮૯ બેઠક માટે ૮૯ દિગ્ગજ નેતાઓને ફોજ ચુંટણી પ્રચારમાં ઉતારશે

યોગી આદિત્ય નાથ અને જેપી નડ્ડા સહિતના નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરશે

આવતીકાલે ભાજપ ચૂંટણીના પ્રથમ તબક્કાની બેઠકો પર શÂક્ત પ્રદર્શન કરશે અને પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર ભાજપના ૮૯ નેતાઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. કેન્દ્રીય નેતાઓ સહિત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટÙીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ જનસભા કરશે. ભાજપ શÂક્ત પ્રદર્શન કરતા એક સાથે ૮૯ દિગ્ગજ નેતાઓને ગુજરાતમાં પ્રચાર માટે બોલાવશે. તે પૈકી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ નખત્રાણા આવશે. તેઓ આવતીકાલે સવારે ૧૦ વાગ્યે નખત્રાણા ખાતે સભા સંબોધશે અને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજાનો પ્રચાર કરશે.
ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ચૂંટણી પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે ૫ હેલિકોપ્ટર ભાડે મંગાવ્યા છે. આ હેલિકોપ્ટર દિલ્હી બેંગ્લોર અને મુંબઈથી હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં હવે સતત એક મહિના માટે વિવિધ રાજકીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની અવર જવર રહેશે તેના માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજકીય પક્ષો દ્વારા જેટ સહિતના ૯ ચાર્ટર્ડ એરક્રાફ્ટ, ૬ Âટ્‌વન એÂન્જન અગસ્તા હેલિકોપ્ટર અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી સ્પેશિયલ મગાવી ૨૫ દિવસ માટે એડવાન્સમાં બુક કરવામાં આવ્યા છે. જેમાથી લકઝુરિયસ અગસ્તા હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાત આવશે. ઉપરાંત મહારાષ્ટÙના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. તો હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે. ભાજપે ૪૦થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણી મેદાનમાં ઉતારશે.
ભાજપે નોયડાની મેઘા મેક્સ કંપનીના હેલિકોપટર હાયર કર્યા છે. જે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે . તેઓ વિવિધ સ્થળે જનમેદનીને સંબોધન કરશે, રોડ શો કરશે , તેમજ પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે ત્યારે તેઓ ઝડપથી અવર જવર કરી શકે તે માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે. દિલ્હીથી એક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ છે. જેમ જેમ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામતો જશે તેમ તેમ વધારે હેલિકોપ્ટર તથા ચાર્ટર્ડ વિમાનનું બુકિંગ કરવામાં આવશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x