ગુજરાત

મુખ્યમંત્રી પટેલને સાથે રાખી અલ્પેશ ઠાકોરે શÂક્ત પ્રદર્શન કરી ઉમેદવારી પત્ર ભર્યું

દક્ષિણ ગાંધીનગર બેઠક પર શંભુજી ઠાકોરનું પત્તુ કાપી અલ્પેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે બીજા તબક્કાની ચૂંટણીનાં ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ હતો ત્યારે આજે અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપÂસ્થતિમાં ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી ફોર્મ ભર્યું હતું ફોર્મ ભરતા પહેલા અલ્પેશ ઠાકોરે મંદિરમાં શીશ ઝૂકાવ્યું હતુ. આ સાથે ભવ્ય જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બેઠક પર હાલમાં શંભુજી ઠાકોર ધારાસભ્ય છે અને તેઓ ત્રણ ટર્મથી આ બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે.
અલ્પેશ ઠાકોરે સંબોધનમાં જણાવ્યુ કે, ‘આપણે બનાવેલું ગુજરાત અને પહેલાના ગુજરાતની પરિÂસ્થતિને સમજી લોને તો પણ બીજેપી વગર તમે કોઇને મત ન આપો. આ પહેલા ગુજરાતમાં ભાઇરાજ ચાલતુ હતુ. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ડોન અને તેમનું સમર્થન પહેલાની સરકાર કરતી. આ સાથે અલ્પેશે જણાવ્યુ કે, ભાજપની સરકારે ગુજરાતને બદલી નાંખ્યું.’
દક્ષિણ ગાંધીનગર બેઠક પર શંભુજી ઠાકોરનું પત્તુ કાપી અલ્પેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણથી ભાજપનાં ઉમેદવાર શંભુજી ચેલાજી ઠાકોરે જીત મેળવી હતી. જ્યારે તેમની સામે કોંગ્રેસનાં ગોવિંદ ઠાકોરે ચૂંટણી લડી હતી. ગુજરાતમાં ૧૪મી વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્બર, ૨૦૧૭ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. ૧૮મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જાકે, ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં કાંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં ૧૯૮૫ પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને ૯૯ બેઠક મળી હતી. કાંગ્રેસને ૭૭ બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x