*આવતીકાલથી વડાપ્રધાન મોદી ગુજરાતમાં, 3 દિવસમાં 8 રેલીઓ સંબોધશે*
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પડઘો સંભળાયો છે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ પુરી થયા બાદ પ્રચારનો સમય છે. ત્યારે ભાજપના સૌથી દિગ્ગજ નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંજાવતી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. એટલે કે વડાપ્રધાન મોદી પોતે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળવા જઈ રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લેવા જઈ રહ્યા છે. PM મોદી શનિવારથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાની સત્તા જાળવી રાખવા માટે સખત મહેનત કરી રહી છે. આવી સ્થિતિમાં પીએમ મોદી 3 દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. PM મોદી શનિવાર (19 નવેમ્બર)થી ગુજરાતમાં તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
જાણો વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
1. નરેન્દ્ર મોદીનું ચૂંટણી પ્રચાર ગુજરાતમાં દક્ષિણથી શરૂ થશે.
2. વડાપ્રધાન મોદી શનિવારે સાંજે 7.30 વાગ્યે વલસાડમાં જનસભાને સંબોધશે. પીએમ મોદી પણ અહીં રાત્રી રોકાણ કરવાના છે.
3. PM મોદી રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે.
4. વડાપ્રધાન મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધશે.
5. વડાપ્રધાન મોદી સવારે 11 કલાકે વેરાવળ, 12.45 કલાકે ધોરાજી, 2.30 કલાકે અમરેલી અને 6.15 કલાકે બોટાદમાં સભા કરશે.
6. આ પછી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
7. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ત્રણ સભાઓને સંબોધશે.
8. PM મોદી રવિવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધશે.
9. PM મોદી રવિવારે બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં પ્રચાર કરશે.
10. પીએમ મોદી ગુજરાતમાં 30 રેલીઓ અને રોડ શો કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે PM મોદીએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 30થી વધુ રેલીઓ કરી હતી.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી.