વિજાપુર તાલુકામાં ત્રીપાંખયો જંગ માં કોંગ્રેસને હંમેશા ફાયદો વિજાપુર
વિજાપુર તાલુકા વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા દરેક ઉમેદવાર પોત પોતાનુ પ્રચાર માટે મધ્યસ્થ કાર્યાલય ખોલી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર શરૂ કરી દેવાયો છે જોકે કોંગ્રેસ દ્વારા પહેલાથી જ ડો સીજે ચાવડા નક્કી કરી દેવાયા હતા જેથી કોંગ્રેસ દ્વારા મહિના પહેલાં જ પ્રચાર ના કામે લાગી ગયા હતા જયારે ભાજપ માં ઉમેદવાર પસંદગી મુદ્દે ભારે અવઢવ ના કારણે ચુંટણીના તારીખો નજીક ઉમેદવાર તરીકે બીજી ટર્મ માટે રમણભાઈ પટેલ ને જાહેર કરાયા હતા જ્યાં અમુક સમય માટે ભાજપમાં આંતરિક કલહ બહાર આવતા કેટલાક કાર્યકરોએ કમલમ ગાંધીનગર પોહચી અમીતભાઈ શાહ ની શિસ્ત બંધ પાર્ટી માં અશિસ્ત જણાઈ આવ્યો હતો છેવટે ભાજપ દ્વારા આબરૂ સાચવવા રમણભાઈ પટેલ ને જ ચાલુ રાખવામાં આવ્યા તો આપપાર્ટીએ ચિરાગ પટેલ નામના યુવાન ને ટીકીટ આપતા તાલુકામાં ત્રીપાંખીયો કહેવા ખાતર કહી શકાય પરંતુ ખરેખરો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાશે હાલમાં રાજકીય તજજ્ઞો જાતિ વાદ પ્રમાણે ક્ષત્રીય ઠાકોર રાજપુત ના મતો સામે પાટીદાર મતો ની ગણતરી કરી રહયા છે જેમાં ઘણી રસાકસી વાળી ચુંટણી બની રહે છે તો વિસ્તાર ની દૃષ્ટિએ રાજકીય વિશ્લેષકો 62 % વાળો વિસ્તાર અને 38 % વાળો વિસ્તાર ની પણ ગણતરી મુકી રહયા છે ત્યારે જાતિવાદની દ્રષ્ટિએ સીજે ચાવડા રાજપુત ક્ષત્રીય ઠાકોર સમાજ માંથી આવે છે તો રમણભાઈ પટેલ પાટીદાર સમાજ માંથી આવે છે જેમાં પણ બંને ના લેખા જોખા સરખા છે પરંતુ વિસ્તાર ની દૃષ્ટિએ સીજે ચાવડા 62 % વાળા વિસ્તાર માંથી ઉભા છે તો રમણભાઈ પટેલ 38 % વાળા વિસ્તાર માંથી ઉભા છે પરંતુ ભાજપે છેલ્લાં ઘણા સમય થી 62 % વાળા વિસ્તારમાં અન્યાય કર્યો છે જે ચુંટણી ઉપર અસર કરે તેવી શકયતાઓ છે તો હાલમાં શમી રહેલો ભાજપનો આંતરિક કલહ પણ ઉમેદવાર ઉપર કંઈક અસર કરે તેવી શકયતાઓ વધુ છે તે સુલજાવવા માં ભાજપ કેટલું સફળ બને છે તેની ઉપર નિર્ભર છે ત્યારે કોંગ્રેસ ભાજપના બંને ઉમેદવાર પોતાના જીત માટે ક્યો દાવ અજમાવશે તે મતદાન ની નજીકની તારીખો માં ખબર પડશે જોકે હાલ માં કોંગ્રેસ નું પલ્લું વજનદાર જણાય છે