રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત “ ગ્રંથાલય અને સંશોધન કાર્યશાળા”
વિષય પર સંકુલ સાદરામાં કાર્યક્રમ યોજાયો“રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ” અંતર્ગતગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ મધ્યસ્થ ગ્રંથાલય અને મ. દે. ગ્રામસેવા સંકુલમધ્યસ્થ ગ્રંથાલયસાદરાના સંયુક્ત ઉપક્રમે “ગ્રંથાલય અને સંશોધન કાર્યશાળા” પર કાર્યક્રમ કરવામાં આવ્યો. ઇન્ડિયન લાઈબ્રેરી એસોસિયેશન દ્વારા ઈ.સ. 1968માં ૧૪ થી ૨૦ નવેમ્બરને “રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ” તરીકે જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ ઈ.સ. 1968 થી ભારતના ગ્રંથાલયો દ્વારા પુસ્તકાલયો વિશે વાચકોને માહિતગાર કરવા માટે વિવિધ કાર્યકમો દ્વારા “રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ” ઉજવવામાં આવે છે. સાદરા સંકુલમાં આ કાર્યક્રમ સંકુલના સંયોજક ડૉ. રાજેન્દ્રભાઈ જોષી, સહ-સંયોજક ડૉ. કનુભાઈ વસાવા અને મધ્યસ્થ ગ્રંથાલય અમદાવાદના કા. ગ્રંથપાલ ડૉ. રંજનબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મધ્યસ્થ ગ્રંથાલય અમદાવાદના મદદનીશ ગ્રંથપાલ ડૉ. વિરલભાઈ આસોલજા, ડૉ. પ્રદીપભાઈ પટેલ અને ડૉ. નિખિલભાઈ ગોહિલ આવ્યા હતા જેમણે સંકુલના સેવકો, વિદ્યાર્થી મિત્રોને ગ્રંથાલયની સેવાઓ અને ઈ-રિસોર્સસ,INDCAT,IRNIS,ORCID,WEBOPAC વગેરેની માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમનું સંચાલન મધ્યસ્થ ગ્રંથાલય સાદરાના સેવકો મથુરભાઈ નિસરતા, દિશા દવે, કિશન પંચાલ, મયુર રાવળ અને જતિન સોલંકી દ્વારા કરવામાં આવ્યું.