વિજાપુર મામલતદાર કચેરી નજીક આચારસંહિતા નો ભંગ રાજીકીય જાહેરાત ના લાગેલ બોર્ડ ને લઈને સ્થાનીક રાજકારણ માં ગરમી
વિજાપુર તાલુકા મામલતદાર કચેરી ની નજીક રાજકીય પક્ષનો પ્રચાર બોર્ડ લાગેલ હોવાથી તેને લઈને સ્થાનીક રાજકારણમાં ચર્ચા નો વિષય બન્યો છે જોકે ચુંટણી શાખા દ્વારા મામલતદાર કચેરીના દરવાજા ઉપર સ્પષ્ટ સુચના બોર્ડ લગાવેલ છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ રાજ્કીય પક્ષે મામલતદાર કચેરી ની 100 મીટર ના અંતર માં કોઈ પણ જાતનો પ્રચાર કરવો નહિ તેમ છતાંય કચેરીના દીવાલ નજીક રાજીકીય ઉમેદવાર નો પ્રચાર બોર્ડ લાગેલ હોવાથી સ્થાનીક રાજકારણ માં ગરમી ઉભી થવા પામી છે જેમાં ચુંટણી શાખાના નાક નીચે સરેઆમ આચારસંહિતા નો ભંગ જોવા મળી રહયો છે એક જાગૃત નાગરીક દ્વારા આ અંગે ટેલિફોન કરી શાખમાં જાણ કરી હોવા છતાં તેને આ બાબત નો કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહી જેને લઈને આ ચર્ચા રાજકીય લોકો સમક્ષ આવતા રાજકારણ માં ગરમી ઉભી થવા પામી છે શુ આ પ્રમાણે લગાવેલ રાજકીય ઉમેદવાર નો જાહેરાત નો બોર્ડ આચરસંહિતા માં આવતું નથી કે શું કે પછી ચુંટણી વિભાગના ધ્યાન માં નથી એવા અનેક પ્રશ્નો લોકો ના દીમાગ માં ઉભરાયા છે