વિજાપુર કોલવડા ગામે પિયરે રહેતી મહિલાને કૌટુંબિક ભાઈઓએ માર મારતા ત્રણ સામે ફરીયાદ
વિજાપુર તાલુકાના કોલવડા ગામે પતિના મૃત્યુ બાદ પોતાના પિયરમાં રહેતી મહિલાને તેના કુટુંબના ભાઈઓએ તુ કેમ અહીં રહે છે તારી સાસરી માં ચાલીજા તેમ કહી ધોકા વડે માથાના ભાગે ઇજા કરતા મહિલાએ ગાંધીનગર સીવીલ ખાતે સારવાર લઈ ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે આ અંગેની મળતી માહીતી મુજબ કોલવડા ગામે પતિના મૃત્યુ થયા બાદ પિયર માં રહેવા આવેલ મહિલાને તેના કૌટુંબીક ભાઈ મહેશ ભાઈ રાવળ તેમજ ભગાભાઈ રાવળ તેમજ તેમના પત્ની શકરી બેન સહીત ભેગા થઈ અપશબ્દો બોલી ગાળો ગલોચ કરી લાકડા થી માથામાં ઇજા પોહચાડી ચાલી જા તારી સાસરે કહી ને માર મારવા આવતા મહીલા એ ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ પોલીસ મથકે કુટુંબી ભાઈઓ ભગાભાઈ મુલચંદભાઈ રાવળ તેમજ મહેશભાઈ મુલચંદ ભાઈ રાવળ તેમજ શકરી બેન ભગાભાઈ રાવળ સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે મહિલાની ફરીયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે