ગુજરાત

આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની ઓનલાઇન હરાજી: સીરીઝ GJ09DL 0001 TO 9999 (2w) હરાજી

સાબરકાંઠાની આર.ટી.ઓ.માં સીરીઝ GJ09DL 0001 TO GJ09DL 9999(ટુ વ્હીલર વાહન) ઇ – ઓક્શન તા. ૦૩ ડિસેમ્બર ૨૦૨૨થી શરૂ કરવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનની સેલ તારીખ તથા વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે મુજબ દિન-૭માં રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ https://Parivahan.gov.in/fancynumber પર ઓનલાઇન સી.એન.એ કરી ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે.
પ્રક્રિયા તા. ૦૩ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૨ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તા. ૦૫ થી ૦૭ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરેલુ હોવુ જોઇએ. યોગ્ય સી.એન.એ ફોર્મ રજુ નહી કરનાર અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. વધુમાં સફળ અરજદારો દ્રારા વધારાની ભરપાઇ કરવાની રકમ રસીદ સાથે દિન-૦૫માં જમા કરાવવાના રહેશે.નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી જે તે નંબરની હરાજી કરવામાં આવશે.
વાહનની સેલ તારીખ અને વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે જ અરજદારો પસંદગીના નંબર માટે ૬૦ દિવસ સુધી ઇ-ઓક્સનમાં ભાગ લઈ શકશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x