ધર્મ દર્શન

અંબાજીમાં ભક્તે મા અંબાના ચરણોમાં ૪૫૪ ગ્રામ સોનાના બિસ્કીટનું દાન આપ્યું

બનાસકાંઠામાં આવેલા યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં એક ભાવિક ભક્તે ૪૫૪ ગ્રામ સોનાના બિસ્કીટની ભેટ સોનાના બિસ્કીટનું દાન કર્યું છે. મુંબઈના માઇ ભકતે માતાજીના ચરણોમાં ૪૫૪ ગ્રામ સોનાના બિસ્કીટની ભેટ આપી છે અને નાના મોટા બિસ્કીટ સાથે ૪૫૪ ગ્રામ જેટલા સોનાનું દાન મંદિરને મળ્યું હતું. મંદિર ઇન્સ્પેક્ટર દ્વારા ભેટનો સ્વીકાર કરવામાં આવ્યો હતો દાતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખી દાન કર્યું હતું. અંબાજી ખાતે વારંવાર ભાવિક ભક્તજનો દ્વારા માતાજીના ચરણોમાં દાન અર્પણ કરવામાં આવતું હોય છે.

શÂક્ત,ભÂક્ત અને આસ્થાનો Âત્રવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં આવે છે,ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દાન ભેટ આપતા હોય છે અને અંબાજી મંદિર ખાતે પણ ભક્તો દાનની સરવાણી કરી રહ્યા છે.
માઉન્ટ આબૂથી ૪૫ કિમીના અંતરે અંબે માતાની એક પ્રાચીન શÂક્તપીઠ છે. આ મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું છે. આમાં માતા ભવાનીની કોઇપણ મૂર્તિ નથી, અહીં એક શ્રીયંત્રની સ્થાપના થયેલી છે. તેને એ રીતે બનાવાયેલું છે કે દર્શન કરનારને તેમાં માતાની પ્રતિમા જાવા મળે છે. આ મંદિરનું જીર્ણોદ્ધાર ૧૯૭૫માં શરૂ થયું હતું. જે હજી સુધી ચાલુ છે. સફેદ સંગેરમરમરથી બનેલું આ ભવ્ય મંદિર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરનું શિખર ૧૦૩ ફુટ ઊંચું અને તેના પર ૩૫૮ સ્વર્ણ કળશ સ્થાતપિત કરાયેલા છે. મંદિરથી લગભગ ૩ કિમીના અંતરે ગબ્બર નામનું પર્વત પણ છે, જ્યાં દેવીમાનું એક પ્રાચીન મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ પત્થર પર માતાના પદચિહ્ન તેમજ રથચિહ્ન બનેલા છે. અંબાજીના દર્શન પછી, શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર આવેલ આ મંદિરમાં જાય છે. દરવર્ષે ભાદરવા પૂર્ણિમા પર અહીં મેળા જેવું ઉત્સવ હોય છે. નવરાત્રીના અવસરે મંદિરમાં ગરબા અને ભવાઇ જેવા પારંપારિક નૃત્યોંનું આયોજન કરવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x