ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર દ્વારા હોટલ એપલ સેક્ટર સોળ ગાંધીનગર ખાતે યોજાયો
ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર દ્વારા હોટલ એપલ સેક્ટર સોળ ગાંધીનગર ખાતે યોજાયો. જેમાં પૂજ્ય કૈલાસ દીદી ઓમ શાંતિ ના મુખ્ય અતિથિ પદે, ત્થા નેશનલ ચેરમેન ઈ લા અક્ષય ભાઈ ઠક્કર, પ્રમુખ શ્રીમતી વિમલાબેન યાદવ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈ લા શ્રી રાધે શ્યામ યાદવ અને ઉપપ્રમુખ ઈલા ડૉ ગુલાબચંદ પટેલ અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા . સૌ પ્રથમ વંદે માતરમ્ અને ત્યાર બાદ ઈન્ડિયન લાયન્સ નું એન્થમ નું સમૂહગાન કરવામાં આવ્યું .આ કાર્યક્રમ તાજેતરમાં સરકાર દ્વારા સંત કબીર સાહિત્ય અવોર્ડ 2022 રૂપિયા એક લાખ ના ચેક સાથે શાલ ઓઢાડી સન્માન પત્ર અને શાલ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત ના કેબીનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ દ્વારા જેઓ નું સન્માન કરવામાં આવ્યું છે તેવા સાહિત્યકાર સામાજિક કાર્યકર ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ નું અભિવાદન નેશનલ ચેરમેન અક્ષય ભાઈ ઠક્કર, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાધે શ્યામ યાદવ અને પૂજ્ય કૈલાસ દીદી ઓમ શાંતિ ના હસ્તે સમ્માન પત્ર શાલ ઓઢાડી અને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નું સુંદર સંચાલન ઈ લા સંજય યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં નાટયકાર હસમુખ ભાઈ મેકવાન, 15 1 વખત બ્લડ ડોનેશન કરનાર સુકેતુ ભાઈ શુક્લ,, લગભગ 1 25 વખત બ્લડ ડોનેશન કરનાર શ્રી નીલે દુવોરા તંત્રી દીપ માલા શ્રી વિપુલ ભાઈ ગજ્જર કલોલ, આપણું ગુજરાત ના પત્રકાર શ્રી મહેશ ભાઈ આસોડિયા, અચાનક અજાણ્યા વ્યક્તિએ ફોન કરી દોડી જઈ બ્લડ ડોનેશન કરનાર શ્રી નિમેષ ચૌહાણ, ગાયક કલાકાર શ્રી શ્રાવણ પરમાર નું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ફ્રી માં વિદ્યાર્થીઓ ને સેલ્ફ ડિફેન્સ શીખવનાર મિલાપ ટાટરિયા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂજ્ય કૈલાસ દીદી ઓમ શાંતિ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.