ગુજરાતમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે ઠંડીનો ચમકારો થશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
ગુજરાતમાં હાલ હવામાન બદલાઇ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાઇ રહ્યો છે. રાજ્યમાં અનેક શહેરોનું તાપમાનમાં ઘટાડો થયો છે. આ પરિÂસ્થતિમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં ૧૬ ડિગ્રી સુધી તાપમાન રહેશે. મોડી રાતે બે થી ત્રણ ડિગ્ર તાપમાનમાં ઘટાડો થશે.
ડાયરેક્ટર હવામાન વિભાગ, મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઇ ગઇ છે. હાલ મોડી રાતે બેથી ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જે થોડા દિવસો બાદ ફરીથી સામાન્ય ઠંડી રહેશે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં ૧૬ ડિગ્રી સુધી તાપમાન રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેપણ આગાહી કરી હતી કે, ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે અરબી સમુદ્રમાં પણ અસર થશે. જેના લીધે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમમ્સનું પ્રમાણ પણ વધુ રહેશે.
રવિવારે અમદાવાદમાં ૧૪.૨ ડિગ્રી સાથે બે વર્ષ બાદ નવેમ્બર માસમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અગાઉ ગત વર્ષે ૨૮ નવેમ્બરના ૧૪.૩ ડિગ્રી સાથે નવેમ્બર માસની સૌથી ઠંડી રાત રહી હતી.
આ સાથે ૪ નવેમ્બર ૨૦૧૮ના ૧૪.૨, ૨ નવેમ્બર ૨૦૧૯ના ૧૬.૨, ૧૬ નવેમ્બર ૨૦૨૦ના ૧૨.૮ ડિગ્રી સાથે નવેમ્બર માસનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ ૧૬ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.